એક્ટર રણદીપ હુડા મુંબઈની બ્રીચ કૈંડી હોસ્પિટલમાં દાખલ

304

એક્ટર રણદીપ હુડાને બુધવારે વહેલી સવારે મુંબઈની બ્રીચ કૈંડી હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે.રણદીપને ઘણા સમયથી સર્જરી કરાવવાની હતી જે સતત ટળતી રહ અને હવે રણદીપ હુડા આ સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ થઈ ચૂક્યા છે.હાલ સૌકોઈના કોરોના ટેસ્ટ ફરજિયાત છે.રણદીપ હુડાનો પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો છે અને કોરોના નેગેટિવ રિપોર્ટ નેગેટવ આવ્યો છે.બુધવારે વહેલી સવારે મુંબઈની બ્રીચ કૈંડી હોસ્પિટલમાં રણદીપ હુડા જોવા મળ્યા અને ચારોતરફ તેમની તસવીર વાયરલ થઈ ગઈ.ત્યારથી જ ફેન્સ તેમના સ્વાસ્થ્યને લઈ સતત ચિંતિત હતા. હવે ટાઈમ્સ ઞફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ રણદીપ બિલકુલ સ્વસ્થ છે. ડૉક્ટર્સનું કહેવું છે કે રણદીપ હુડા બિલકુલ ઠીક છે અને તેમની એક સર્જરી થવાની છે.રણદીપ હુડ્ડાની સાથે હોસ્પિટલે તેમના પરિવારના એક શભ્ય પણ તેમની સાથે હાજર છે. કોણ છે રણદીપ હુડ્ડા રણદીપ હુડ્ડા બૉલીવુડમાં સપોર્ટિંગ એક્ટર તરીકે કેટલીય ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે,સાહેબ બીબી ઑર ગેંગસ્ટર, કિક, સરબજીત વગેરે જેવી ફિલ્મોમાં તેમનો રોલ ધમાકેદાર રહ્યો હતો. તેમનો જન્મ 20 ઓગસ્ટ 1976ના રોજ હરિયાણાના રોહતકમાં થયો હતો.રણદીપ હુડાના પિતા રણબીર હુડા એક સર્જન છે અને તેમના મમ્મી આશા હુડા સમાજ સેવિકા છે.રણદિપ હુડ્ડાએ મીરા નાયરની ફિલ્મ મોનસૂન વેડિંગ (2001)થી બૉલીવુડ ડેબ્યૂ કર્યું હતું.

Share Now