દેશના આટલા બાર-રેસ્ટોરાંને તાળા લાગી ગયા, ટકી ગયા તેને થશે ફાયદો

237

લોકડાઉનના કારણે આમ તો આખી ઇકોનોમીને નુકસાન થયું છે.તેમાં મોટો ઘટાડો નોંધાયો છે.ખાસ કરીને રીઅલ એસ્ટેટ અને ઓટો સેક્ટરને મોટું નુક્સાન થયું પરંતુ તે હવે ધીરે ધીરે સુધારા પર છે.પરંતુ જ્યાં લોકો સીધા જાય છે અને અન્ય લોકોના સંપર્કમાં આવે છે તેવા સેક્ટરોમાં હજુ સુધારો આવતા વાર લાગશે.જેમાં મનોરંજનના કાર્યક્રમો, હોટેલ રેસ્ટોરાં સહિત અન્યનો સમાવેશ થાય છે.આ સેક્ટર ઓનલાઇનમાં કન્વર્ટ થયા છે પરંતુ તેમાં રોજગારીનું પ્રમાણ ઘટી જાય છે.એટલે એક રેસ્ટોરાં ચેઇન પહેલા 10 જગ્યાએ ચાલતી હતી તે હવે એક જ જગ્યાથી ક્લાઉડ કીચન ચલાવે છે.જેને કારણે તેને મોટો ફટકો પડ્યો છે.

લોકડાઉનને કારણે આમ તો બધા ઉદ્યોગોનો ફટકો પડયો છે,પરંતુ,રેસ્ટોરન્ટ એન્ડ બાર ઉદ્યોગને ભારે નુકશાન થયું છે.એપ્રિલ થી ઓગસ્ટના સમયગાળામાં દેશભરમાં 30 ટકા કરતા વધારે રેસ્ટોરન્ટ એન્ડ બારને તાળા લાગી ચુકયા છે.આ ઉદ્યોગ સાથે સંકળાયેલા સંગઠન નેશનલ રેસ્ટોરન્ટ એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ આ જાણકારી આપી છે.જો કે જાણકારોનું કહેવું છે કે હજુ બે ત્રણ મહિના જે કંપનીઓ આ સંકટ ખાળી શકશે એમને આગળ જતા ફાયદો થશે.

રેસ્ટોરન્ટ ચેઇન જુબિલન્ટ ફુડ વર્કસે(જેએફેલ) ગુરુવારે તેના ખોટ કરતા 105 ડાઇન એન્ડ રેસ્ટોરન્ટ બંધ કરવાની જાહેરાત કરી હતી.આ કંપની ડોમિનોઝ,ડફિન ડોનેટસ સહીત 1354 સ્ટોર ઓપરેટ કરે છે..જેએફએલના ચેરમેન શ્યામ ભરતિયાએ કહ્યું હતું કે,અત્યારે અનિશ્ચિતતાથી ભરેલો માહોલ છે.અમને આશા છે કે વર્ષના અંત સુધીમાં બિઝનેસની ગાડી પાટા પર ચઢી જશે.

વિશ્વની જાણીતી યમ બ્રાન્ડસે પણ પિત્ઝા હટ સ્ટોર્સ બંધ કરી દીધા છે.જાણકારોનું કહેવું છે કે આગલા બે-ત્રણ વર્ષમાં જે કંપનીઓ સંકટમાં ટકી જશે તેમને આગળ જતા ફાયદો થશે.એનઆરઆઇ પ્રેસિડન્ટ અનુરાગ કત્રિયારે કહ્યું હતું કે કોરોનાની મહામારીએ દુનિયાભરના રેસ્ટોરન્ટ ઉદ્યોગને હચમચાવી નાંખ્યું છે.આ સેકટરમાં 70 લાખ ભારતીયો કામ કરે છે.

Share Now