ટ્રમ્પ સત્તામાં ન આવ્યા તો 9/11 જેવો હુમલો થશે : લાદેનની ભત્રિજી

318

વોશિંગ્ટન, તા. 7 સપ્ટેમ્બર : અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે.આ સિૃથતિ વચ્ચે માર્યા ગયેલા આતંકી ઓસામા બિન લાદેનની ભત્રિજી નૂર બિન લાદેને દાવો કર્યો છે કે જો ટ્રમ્પ અમેરિકામાં ફરી ન ચૂંટાયા તો 9/11 જેવો હુમલો થઇ શકે છે.

અમેરિકન મીડિયા સાથેના ઇન્ટરવ્યૂમાં નૂરે ટ્રમ્પને સાથ આપવાની જાહેરાત કરી હતી.સાથે દાવો કર્યો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પ જ અમેરિકા અને તેના નાગરિકોને આતંકવાદથી સુરક્ષીત રાખી શકે તેમ છે.પણ જો ટ્રમ્પ ફરી સત્તામાં ન આવ્યા અને વિપક્ષને સત્તા મળી તો આતંકીઓ ફરી માથુ ઉચકશે અને 9/11 જેવો બીજો હુમલો કરી શકે છે.

33 વર્ષીય નૂરે અગાઉ પણ ડોનાલ્ડ ટ્રમ્પને સાથ આપ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે જ્યારે ઓબામા સત્તામાં હતા ત્યારે તેમના સમર્થક બાઇડેન અને ઓબામા બન્નેએ ડાબેરી વિચારધારા ધરાવતા કટ્ટરવાદીઓને સમર્થન આપ્યું હતું.અને યુરોપમાં આઇએસને પગપેસારો કરવાની છુટ આપી દીધી હતી.

જોકે ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ આતંકીઓનો ખાતમો બોલાવ્યો છે અને જો હવે તેઓ હારી જાય અને બાઇડેન સત્તામાં આવશે તો તેનાથી અમેરિકાને નુકસાન થશે કેમ કે બાઇડેન અને ઓબામા સમર્થક નેતાઓ આતંકીઓ પ્રત્યે નરમ વલણ ધરાવી રહ્યા છે.જોકે હકીકત એ પણ છે કે ઓબામાના શાસનમાં જ ઓસામા બિલ લાદેનનો ખાતમો બોલાવવામાં આવ્યો હતો.

Share Now