અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિના કાફલા પર આતંકી હુમલો, 3ના મોત 12 ઈજાગ્રસ્ત

277

દુનિયામાં એક તરફ કોરોનાથી લોકો પરેશાન છે એવામાં હવે ત્રાસવાદી જુથે હુમલા કરવાનું શરૂ કરી દીધું છે.સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે,અફઘાનિસ્તાનના કાબુલ શહેરમાં બુધવારે સવારે ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહના કાર કાફલા પર આતંકી હુમલો થયો હતો.આ હુમલામાં ત્રણ વ્યક્તિના મોત થયા છે,જ્યારે 12 વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે.

ઉપરાષ્ટ્રપતિ કાર્યલયે આ ઘટનાની પુષ્ટિ કરી છે.આ ઘટનામાં સાલેહના ત્રણ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હોવાના રીપોર્ટ છે.જોકે,ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહને કંઈ થયું નથી.એમની સ્થિતિ સારી છે અને તે સ્વસ્થ છે.આ ઘટના બાદ ઉપરાષ્ટ્રપતિના પુત્ર એબાદ સાલેહે એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે,હું આશ્વાસન આપવા માગું છું કે, હું અને મારા પિતા બંને સુરક્ષિત છીએ.આ ઘટનામાં અમારી સાથે રહેલા કોઈ વ્યક્તિ શહીદ થયા નથી.બધા લોકો સુરક્ષિત છે.એબાદ પણ પોતાના પિતા અમરૂલ્લાહ સાથે ટ્રાવેલ કરી રહ્યા હતા.આ પહેલા ગત વર્ષે પણ સાલેહ ઉપર જીવલેણ હુમલો થયો હતો.જેમાં 20 વ્યક્તિ માર્યા ગયા હતા.એવું પણ જાણવા મળ્યું હતું આ વિસ્ફોટ બાદ કાફલાની ગાડીના કાચ તૂટી ગયા હતા.આસપાસની ઈમારતમાં પણ મોટું નુકસાન થયું હતું.રસ્તા પર નાસભાગ મચી ગઈ હતી. 19 વર્ષ પહેલા આજના જ દિવસે તાલિબાન વિરોધી નેતા રહેલા અહમદ શાહ મસૂદની હત્યા કરવામાં આવી હતી.

એવું પણ માનવામાં આવે છે કે,આ હુમલા પાછળ તાલિબાન અને પાકિસ્તાનના આતંકી જુથનો હાથ છે.અફઘાન સૈન્યએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી છે.સમગ્ર એરિયામાં સર્ચ ઑપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.જ્યારે ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ ઈજાગ્રસ્ત વ્યક્તિઓમાં કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે.વિસ્ફોટ થવાને કારણે વિસ્તારમાં આગ લાગી ગઈ હતી.જે ઘટનાના પગલે ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવકાર્ય શરૂ કરી દીધું હતું.આ હુમલો કોણે કર્યો છે એ અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી.કોઈ આતંકી જુથે આ અંગે કોઈ જવાબદારી જાહેર કરી નથી.આ એક પ્રકારનો IED વિસ્ફોટ હતો.ઉપરાષ્ટ્રપતિ કાર્યાલયના પ્રવક્તા રજવાન મુરાદે ફેસબુક પર લખ્યું હતું કે,આજે ફરીએક વખત અફઘાનિસ્તાનના શત્રુઓએ સાલેહને નુકસાન પહોંચાડવા માટે પ્રયત્નો કર્યા છે. પણ તેઓ પોતાનો હેતું પાર પાડવામાં નિષ્ફળ થયા છે.આ હુમલામાંથી સાલેહ બચી ગયા છે.પણ એમના બોડીગાર્ડને ઈજા થઈ છે.

Share Now