NCBની પૂછપરછમાં કરિશ્માની દીપિકા સાથે ડ્રગ્સ અંગે મોટી કબૂલાત

299

મુંબઇ : દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે ડ્રગ્સ કેસની તપાસ દિન પ્રતિદિન વધી રહ્યી છે.ડ્રગ્સની સાથે સંબંધિત વોટ્સએપ ચેટથી દીપિકા પાદુકોણની મુશ્કેલીઓ વધી છે.નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ સિવાય ધર્મ પ્રોડક્શનના એક્ઝિક્યુટિવ નિર્માતા ક્ષિતિજા પ્રસાદ, દીપિકા પાદુકોણ,કરિશ્માની પૂછપરછ કરી રહી છે.

કરિશ્માની 6 કલાકથી વધુ સમય પૂછપરછ કરવામાં આવી છે.સૂત્રોના જણાવ્યાં અનુસાર કરિશ્માએ એનસીબીને એક વોટ્સએપ ગ્રુપ વિશે જણાવ્યું છે.આ જૂથમાં ફક્ત ત્રણ જ લોકો હતા,જેમના નામ જયા,કરિશ્મા અને દીપિકા છે.જૂથના સંચાલક દીપિકા હતા અને મોટે ભાગે ડ્રગ્સ વિશે વાત કરતા હતા.કરિશ્માએ એનસીબી સમક્ષ કબૂલાત કરી છે કે વાયરલ ચેટ 2017 માં હતી જેમાં જૂથ સંચાલક દીપિકાએ હેશની માંગ કરી હતી.

એનસીબી આજે રકુલ પ્રીત સિંહની પણ પૂછપરછ કરી રહી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ, રકુલ પ્રિતે એનસીબીને જણાવ્યું હતું કે, 2018 માં તેણે રિયા સાથે ડ્રગ્સ ચેટ કરી હતી.રિયા ચૈટ કરીને તેનો માલ (ડ્રગ્સ … વીડ) મંગાવતી હતી. રિયાની સામગ્રી (ડ્રગ્સ) મારા ઘરે હતી.

તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની શનિવારે (26 સપ્ટેમ્બર) ડ્રગ્સના મામલામાં પૂછપરછ કરવામાં આવશે.

Share Now