કરણ જોહરની પાર્ટીના વીડિયોનો ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો, સત્ય બહાર આવ્યું

237

બોલિવૂડમાં ડ્રગ્સના મામલે થઈ રહેલી તપાસ બાદ હવે ઉથલપાથલ મચી ગઈ છે.આ ઉપરાંત એકબીજા સામે આરોપ-પ્રત્યારોપ પણ ચાલી રહ્યા છે.એનસીબીએ ડ્રગ્સ ચેટના મામલે તેની તપાસનો વ્યાપ વધારી દીધો છે અને શનિવારે જ દીપિકા પાદુકોણ,સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની પૂછપરછ કરી હતી.

આત્મહત્યા બાદ પણ વધારે ચગેલું

બોલિવૂડમાં ડ્રગ્સના મામલે ચાલી રહેલી તપાસમાં 2019માં કરણ જોહરની એક પાર્ટી અંગે પણ ફરિયાદ કરવામાં આવી છે.પ્રખ્યાત પ્રોડ્યુસર કરણ જોહરનું નામ સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા બાદ પણ વધારે ચગેલું છે.ફરિયાદીએ એવો દાવો કર્યો હતો કે કરણ જોહરની પાર્ટીમાં હાજર રહેલા બોલિવૂડના સ્ટાર્સે ડ્રગ્સ લીધા હતા. હવે આ પાર્ટીના વીડિયોનો ફોરેન્સિક રિપોર્ટ સામે આવી ગયો છે.

ફોરેન્સિક રિપોર્ટ શું કહે છે

કરણ જોહરે આપેલી પાર્ટીના વીડિયોનો ફોરેન્સિક રિપોર્ટ એનસીબી પાસે આવી ગઈ છે.રિપોર્ટ મુજબ પાર્ટીમાં લેવાયેલો આ વીડિયો અસલી છે અને તેમાં કોઈ પ્રકારનું એડિટિંગ કરાયું નથી.આ અંગે હવે એનસીબી એક બેઠક યોજશે અને તેમાં નિર્ણય લેશે કે આગળ કેવી કાર્યવાહી કરવી છે.

કરણ જોહરે પણ નિવેદન જારી કર્યું હતું

આ વીડિયો અંગે ખુદ કરણ જોહરે પણ એક નિવેદન જારી કર્યું હતું. તેણે એ વખતે એમ કહ્યું હતું કે આ હાઉસ પાર્ટીમાં ડ્રગ્સનો ઉપયોગ કરાયો ન હતો. અમારામાંથી કોઈ ના તો ડ્રગ્સ લે છે અથવા તો ના તો તેને પ્રમોટ કરે છે.આ પાર્ટીમાં દિપીકા પાદુકોણ,મલાઇકા અરોરા,અર્જુન કપૂર,શાહિદ કપૂર,રણબીર કપૂર,વરુણ ધવન,વિક્કી કૌશલ સહિત ઘણી હસ્તીઓ આવી હતી.પાર્ટીનો વીડિયો એ વખતે પણ ખૂબ વાયરલ થયો હતો અને એમ માનવામાં આવતું હતું કે તેમાં ડ્રગ્સનું સેવન થયું હતું.

Share Now