ડ્રગ્સ મામલે બાબા રામદેવ ત્રાટક્યા, ‘ દીપિકા, સારા, શ્રદ્ધાને સવારે-સવારે ઊંધી લટકાવી દો’ .

312

બોલિવુડમાં ડ્રગ્સ રેકેટમો પર્દાફાશ થઈ રહ્યો છે ત્યારે યોગ ગુરૂ બાબા રામદેવે એક ન્યૂઝ ચેનલ સાથે નશાથી મુક્તિ મેળવવાના ઉપાયો વચ્ચે ચર્ચા કરી.તેમણે અભિનેત્રીઓને યોગ કરવાની સલાહ આપતા કહ્યું કે, “બોલીવુડમાં યંગસ્ટર્સ સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, દીપિકા પાદુકોણે સવારે-સવારને ઊંધી લટકાવી દો.ના ફાંસી પર નહીં, થોડી આમના પર રહેમ કરો.તેમને સવારે-સવારે ઊંધા લટકાવીને શીર્ષાસન કરાવો. સવારે-સવારે જ્યારે આ લોકો યોગ કરશે તો નશો નહીં કરે. યોગ કરવો જરૂરી છે.”

રામદેવે કહ્યું કે, “એ વિચારીને યોગ કરો કે આપણે કોઈ એક વ્યક્તિ નથી.આપણે એક સંસ્કૃતિ છીએ.આપણે બધા ભારતનું પ્રતિનિધિત્વ કરીએ છીએ.એક ઇન્ડસ્ટ્રીનું જ પ્રતિનિધિત્વ નથી કરતા.આપણે આ દેશના સંસ્કારોનું પ્રતિનિધિત્વ કરીએ છીએ.તમને લોકો પોતાના રૉલ મોડલ માને છે,આ કારણે આવી કોઈ હરકત ના કરો. જે લોકોએ ખોટું કામ કર્યું છે તેમને સજા મળવી જોઇએ, નહીં તો બીજા લોકો પણ આ રસ્તે જશે.”

રામદેવે કહ્યું કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમણે લગભગ તમામ એક્ટર્સને યોગ શીખવ્યા છે, પરંતુ આ યોગ ક્યારેક ક્યારેક ખાલી સેલિબ્રેશન માટે યોગ કરે છે.બોલીવુડમાં હેમા માલિની રોજ યોગ કરે છે.તેઓ અડધો કલાક કપાલભાંતી,અનુલોમ-વિલોમ કરે છે.તે કોઈ નશો નથી કરતી.અમિતાભ બચ્ચનને પણ યોગ શીખવ્યા છે.” બાબા રામદેવનો દાવો છે કે યોગથી કરોડો લોકો રોગમુક્ત અને નશામુક્ત થયા છે.

Share Now