અનલોક-પઃ રેલ્વેને નાના અંતરની પેસેન્જર ટ્રેનની મંજૂરી મળશે

269

નવી દિલ્હી, તા. ર૯ : કેન્દ્રીય ગૃહમંત્રાલય આજે કોઇપણ સમયે અનલોક પ.૦ ની ગાઇડલાઇન્સ જાહેર કરી શકે છે.આ વાતની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે કે અનલોક -પ માં રેલ્વે ઝોન અંદર નાના-નાના અંતરની ટ્રેનોની મંજૂરી આપશે.એટલે કે રેલ્વેને ઓછા અંતર માટે પેસેન્જર ટ્રેનની છૂટ અપાશે તેની સાથે જ સિનેમા હોલ અને પર્યટક સ્થળોને આ ચરણમાં ફરી ખોલવાની મંજૂરી આપવાની શકયતા છે.

ઉલ્લેખનીય છે કે આવતીકાલે અનલોકની અંતિમ દિવસ છે. ૧ ઓકટોબરથી દેશ પાંચમાં ચરણમાં પ્રવેશ કરશે.લોકડાઉનના કારણે પડી ભાંગેલી અર્થવ્યવસ્થાને રફતાર આપવા માટે સરકાર શાળા-કોલેજની સાથે અનેક આર્થિક ગતિવિધીઓની છુટ આપશે.

૧ સપ્ટેમ્બરે શરૂ થયેલી અનલોક-૪માં કેન્દ્ર સરકારે પ્રથમવાર મેટ્રો સેવાઓને ફરી શરૂ કરવા જેવી વિવિધ છૂટ આપવામાં આવી હતી.તેની સાથે જ ૯-૧ર માટે શાળાને આંશિકરૂપે ફરી ખોલવામાં આવ્યા.હવે એક ઓકટોબરથી શરૂ થતાં અનલોકના પાંચમાં ચરણ અંગે અટકળો તેજ થઇ છે.તહેવારની સીઝનના કારણે આશા છે કે કેન્દ્ર અનલોક માટે અને ગતિવિધિઓ ખોલી દેશે.

Share Now