Schools Reopen : ઇંતેજારનો અંત! જાણો ક્યા રાજ્યમાં ક્યારે ખુલશે સ્કૂલ

338

નવી દિલ્હી : કોરોના મહામારીના લીધે બંધ થયેલી શાળાઓને છ મહિના બાદ અનલોક-5માં ખોલવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે.કેટલાક રાજ્યોમાં શાળા અને ટ્યુશન ક્લાસિસ આંશિક રીતે શરૂ થઇ ગયા છે.અનલોક-5 હેઠળ કેન્દ્ર સરકારે દેશમાં 15 ઓક્ટોબરથી તબક્કાવાર શાળાઓ ફરી ખોલવાની મંજૂરી આપી છે.તો ચાલો જાણીયે કયા રાજ્યમાં ક્યારથી સ્કૂલ ખુલશ

પંજાબ : સરકારે 15 ઓક્ટોબરથી જ સ્કૂલ ખોલવાની મંજૂરી આપી છે.જેમાં ધોરણે 9થી 12 સુધીના રેગ્યુલર ક્લાસિસ શરૂ કરી શકાશે પરંતુ એક સેશનમાં 20થી વિદ્યાર્થીઓને બેસાડી શકાશે નહીં.

મહારાષ્ટ્ર (Maharashtra): આ રાજ્યની સરકાર દિવાળી બાદ કોરોના મહામારીની સ્થિતિની સમિક્ષા કર્યા બાદ સ્કૂલ ખોલવાનો નિર્ણય લેશે ત્યાં સુધી તમામ સ્કૂલો બંધ રહેશે.

ઉત્તરપ્રદેશ (Uttar Pradesh): ઉત્તરપ્રદેશ સરકારે ધોરણે 9થી 12 સુધી સોમવારે 19 ઓક્ટોબરથી ખોલવાની મંજૂરી આપી છે. પરંતુ કન્ટેઇન્મેન્ટ ઝોનની બહારના વિસ્તારમાં જ સ્કૂલો ખુલશે.

આંધ્રપ્રદેશ (Andhra Pradesh): આંધપ્રદેશમાં રાજ્ય સરકારે 2 નવેમ્બર સુધી સ્કૂલો બંધ રાખવાનોન નિર્ણય લીધો છે.

ગુજરાત (Gujarat): ગુજરાત સરકારે પણ દિવાળી બાદ જ સ્કૂલો ફરી ખોલવાની વાત કહી છે. ત્યા સુધી તમામ સ્કૂલો બંધ રહેશે.

છત્તીસગઢ (Chhattisgarh): રાજ્ય સરકારે કહ્યુ કે, કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા આગામી આદેશ સુધી શાળાઓ બંધ રહેશે.

કર્ણાટક (Karnataka): રાજ્ય સરકાર કોરોના મહામારીની સ્થિતિની સમિક્ષા કર્યા બાદ સ્કૂલો ફરી ખોલવાનો નિર્ણય લેશે ત્યાં સુધી બંધ રહેશે.

પશ્ચિમ બંગાળ (West Bengal): આ રાજ્યની સરકાર 15 નવેમ્બર બાદ જ સ્કૂલો ફરી ખોલવાનો કોઇ નિર્ણય લેશે.

હરિયાણા (Haryana): રાજ્યના શિક્ષણ મંત્રીએ કહ્યુ કે, બધુ યોજના મુજબ રહ્યુ હતો ધોરણ 6થી 9 સુધીના વિદ્યાર્થીઓ 15 ઓક્ટોબરથી શિક્ષકો પાસે માર્ગદર્શન મેળવવા શાળાએ જઇ શકશે. પરંતુ નિયમિત ક્લાસિસ બંધ રહશે. 9થી 12 ધોરણને 21 સપ્ટેમ્બરથી મંજૂરી અપાઇ છે.

ઉત્તરાખંડ (Uttarakhand): રાજ્યમાં 1 નવેમ્બરથી 10 અને 12 ધોરણની માટે સ્કૂલો ખુલશે.

તમિલનાડુ (Tamil Nadu): રાજ્ય સરકારે હજી કોઇ નિર્ણય લીધો નથી. રાજ્યમાં કોરોના મહામારીની સમિક્ષા કર્યા બાદ નિર્ણય લેવાશે.

મેઘાલય (Meghalaya): આ રાજ્યમાં સરકારે 15 નવેમ્બરથી સ્કુલ ખોલવાની મંજૂરી આપી છે. પરંતુ આગામી આદેશ સુદી કોઇ પણ શૈક્ષણિક સંસ્થામાં નિયમિત ક્લાસ શરૂ કરવાની મંજૂરી અપાઇ નથી.

Share Now