અંગ્રેજી મિડિયાએ પ્રગટ કરેલો ખાસ લેખ : મનમોહન સિંઘ મૌનીબાબા હતા તો તમે કેમ બોલતા નથી ?, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને કરાયેલો સવાલ

339

નવી દિલ્હી તા.16 ઓક્ટોબર : વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સંસદમાં કેટલી વાર બોલ્યા એ વિશે એક અહેવાલ પ્રગટ થયો હતો. દસ વર્ષના પોતાના શાસન દરમિયાન મનમોહન સિંઘે સંસદમાં 48 વખત સંબોધન કર્યું હતું.એ સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા અને તેમણે ડૉક્ટર મનમોહન સિંઘને ‘મૌન મોહન સિંઘ’ ગણાવ્યા હતા.બીજી બાજુ નરેન્દ્ર મોદીએ પોતાના છ વર્ષના શાસનકાળ દરમિયાન સંસદમાં માત્ર 22 વખત સંબોધન કર્યું હતું.

આ અહેવાલમાં એવો દાવો કરાયો હતો કે વડા પ્રધાન એક જોતાં સંસદની ઉપેક્ષા કરી રહ્યા હતા.સંસદમાં કંઇ બોલવાને બદલે વડા પ્રધાન લોકો સાથે સીધો સંવાદ કરવામાં માનતા હતા.કોંગ્રેસના વડા પ્રધાન ઇંદિરા ગાંધીની જેમ રેડિયો પર મન કી બાત દ્વારા લોકો સાથે સંવાદ સાધે છે અથવા સોશ્યલ મિડિયા દ્વારા લોકોના સીધા સંપર્કમાં રહે છે.

આ અહેવાલના લેખકોએ એવો દાવો પણ કર્યો હતો કે સંસદને નજરઅંદાજ કરીને વડા પ્રધાન વટહુકમનો માર્ગ અપનાવી રહ્યા હતા.મનમોહન સિંઘ સરકારની તુલનાએ નરેન્દ્ર મોદી સરકાર વરસે સરેરાશ 11 વટહુકમ લાવી રહી હતી.મનમોહન સરકાર વરસે વધુમાં વધુ છ વટહુકમ લાવતી હતી.મોદી સરકારમાં સંસદીય સમિતિને ખરડો મોકલવાની પ્રથા પણ લગભગ રદ થઇ ગઇ.

આ લેખના લેખકોએ એવો પણ દાવો કર્યો હતો કે માત્ર બે વર્ષ સત્તા પર રહેલા એચડી દેવગૌડાએ નરેન્દ્ર મોદી કરતાં વધુ વખત સંસદને સંબોધી હતી.અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન હતા ત્યારે છ વર્ષમાં 77 વખત સંસદને સંબોધન કર્યું હતું.

Share Now