શ્રીકૃષ્ણ જન્મસ્થાનેથી મસ્જિદ હટાવવાની અરજી મથુરા કોર્ટમાં સ્વીકાર

546

– આ કેસમાં આગળની સુનવણી 18 નવેમ્બરે થશે

લખનઉ : મથુરાની શ્રીકૃષ્ણ જન્મભૂમિ પરથી મસ્જિદ હટાવવાની અરજીનો કોર્ટે સ્વીકાર કરી લીધો છે.આ કેસમાં આગળની સુનવણી હવે 18 નવેમ્બરે થશે.આ અપીલ જીલ્લા જજ મધુરા સાધની રાની ઠાકુરની કોર્ટમાં 12 ઓક્ટોબરે કરવામાં આવી હતી.કોર્ટે શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેના ટ્રસ્ટ, ઇદગાહ ટ્રસ્ટ, સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ,શાહી મસ્જિદ ઇદગાહને નોટિસ મોકલી છે.

અપીલ દ્વારા કોર્ટ સમક્ષ માંગ કરવામાં આવી હતી કે, 12 ઓક્ટોબર 1968ની સંધિ અને 20 જૂલાઇ 1973એ થયેલી ડિક્રીને રદ કરવામાં આવે.અરજી દ્વારા 13.37 એકર જમીન પર શ્રીકૃષ્ણ જન્મભૂમિનો માલિક હક માંગવામાં આવ્યો છે.જેમાં મસ્જિદ સામેલ છે અને તેને હટાવવાની માંગ કરવામાં આવી છે.અરજીમાં એમ પણ કહેવામાં આવ્યુ હતું કે શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા ટ્રસ્ટને આ સંધિ કરવાનો કોઇ અધિકાર ન હતો.અરજીકર્તા વિષ્ણુ જૈન અને હરિશંકર જૈન દ્વારા કરાયેલ અરજી 57 પેજની છે.

Share Now