PM મોદીએ પાઠવી નવરાત્રીની શુભેચ્છા, કહ્યું- મા જગદંબા આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો સંચાર કરે

273

આજથી પાવન પર્વ અને શક્તિ આરાધના નવરાત્રિનો શુભારંભ થયો છે.ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીને નવરાત્રિની શુભેચ્છા આપી છે.પીએમ મોદીએ ટ્વીટ કરીને દેશવાસીઓને શુભેચ્છા આપી.

નવરાત્રીના પાવન અવસરે પીએમ મોદીની ટ્વીટ

તેમણે ટ્વીટમાં લખ્યું છે કે નવરાત્રિના પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા. જગત જનની મા જગદંબા તમારા તમામના જીવનમાં સુખ,શાંતિ અને સમૃદ્ધિનો સંચાર કરે.મહત્વનું છે કે અનેક શ્રદ્ધાળુઓ ઉપવાસ કરીને આદ્યશક્તની આરાધના કરતા હોય છે.પીએમ મોદી પણ વર્ષોથી ચૈત્રી અને આસો નવરાત્રિના ઉપવાસ કરતા હોય છે.

અમિત શાહે પણ દેશવારીઓને પાઠવી શુભેચ્છા

ગૃહમંત્રી અમિત શાહે પણ આ પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી હતી.તેમણે ટ્વિટ કર્યું, ‘નવરાત્રી’ એ તપ, સાધના અને શક્તિ ઉપાસનાનું પ્રતીક છે.મહા પર્વની તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ.મા ભગવતી બધા ઉપર તેમના કૃપા અને આશીર્વાદ રાખે. જય માતા દી!

જણાવી દઇએ કે શારદીય નવરાત્રી 17 ઓક્ટોબરથી એટલે કે આજથી શરૂ થઈ રહી છે.આ નવ દિવસોમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીનો પ્રથમ દિવસ મા દુર્ગાના શૈલપુત્રી સ્વરૂપને સમર્પિત છે

Share Now