બાંગલાદેશમાં ફ્રાન્સનું સમર્થન કરી રહેલા હિન્દુઓના ઘરોમાં કટ્ટરપંથીઓએ આગ લગાડી : ફેસબૂક ઉપર કટ્ટરપંથીઓનો વિરોધ નોંધાવનાર યુવકની પોલીસે ધરપકડ કરી જેલહવાલે કર્યો

275

ઢાકા : ફ્રાન્સમાં પયગમ્બર સાહેબના કાર્ટૂન મામલે થયેલા વિવાદ અંતર્ગત એક શિક્ષક તથા એક મહિલાનું ડોકું ધડથી અલગ કરી દેનાર કટ્ટરપંથીઓ વિરુદ્ધ અનેક દેશોમાં આક્રોશ જોવા મળ્યો છે.સામે પક્ષે કટ્ટરપંથીઓ વિધર્મીઓની બેરહેમ હત્યા કરી રહ્યા છે.તેવા સંજોગોમાં ફ્રાન્સ સરકારે આ કટ્ટરપંથીઓ વિરુદ્ધ કડક પગલાં લેવાનું શરૂ કરી દીધું છે.

આથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ફ્રાન્સ સરકારને સમર્થન ઘોષિત કર્યું છે.તથા આતંકવાદ સામે વિરોધ નોંધાવ્યો છે.આ સંજોગોમાં ફ્રાન્સ સરકારનું સમર્થન કરી રહેલા બાંગલાદેશમાં વસતા હિન્દુઓના ઘરોમાં કટ્ટરપંથીઓએ આગ લગાડવાનું શરૂ કરી દીધું છે.ફેસબૂક ઉપર એક યુવકે ફ્રાન્સના કટ્ટરપંથીઓ વિરુદ્ધ કોમેન્ટ કરતા મામલો બિચક્યો હતો.તથા પોલીસે આ યુવાનની ધરપકડ કરી તેને જેલમાં ધકેલી દીધો હતો.ઉલ્લેખનીય છે કે બાંગલાદેશમાં કટ્ટરપંથીઓ વિરુદ્ધ સરકારના કડક પગલાં સામે બાંગલાદેશમાં દેખાવો થઇ રહ્યા છે.

Share Now