યોગી સરકાર બનાવી શકે છે લવ જેહાદ સામે રક્ષણ આપતો કાયદો

263

લખનઉ,તા. ૩: ઉત્ત્।ર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લવ જેહાદ સામે કાયદો ઘડવાની વાત કર્યાના બીજા દિવસે હરિયાણાના મંત્રી અનિલ વીજે દાવો કર્યો હતો કે હરિયાણા સરકાર પણ લવ જેહાદ સામે કાયદો ઘડવાની ઇચ્છા ધરાવે છે.અનિલ વીજે એક ટ્વિટમાં કહ્યું કે,હરિયાણામાં લવ જિહાદ સામે કાયદો લાવવા માટે ચિંતન ચાલી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથે કહ્યું હતું કે તેમની સરકાર લવ જેહાદ સામે કાર્યવાહી કરવા માટે કાયદો બનાવા જઇ રહી છે.આ સાથે તેમણે દીકરીઓ અને બહેનોનું સન્માન નહીં જાળવનારને ‘રામ નામ સત્ય હૈ’ની ધમકી પણ આપી હતી.તેમણે કહ્યું હતું કે,લવ જેહાદ સાથે સંકળાયેલા લોકોના પોસ્ટરો લગાવાશે, જે અપમાનજનક નિશાની હશે.

ઉત્ત્।ર પ્રદેશના જૌનપુર અને દેવરિયામાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરતાં આદિત્યનાથે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને આવકારીને જણાવ્યું હતું કે લગ્નના એકમાત્ર હેતુ માટે ધર્માંતરણ માન્ય નથી.ગયા અઠવાડિયે હરિયાણાના વલ્લભગઢમાં ૨૧ વર્ષની કોલેજની વિદ્યાર્થી નિકિતાને એક શખ્સે ગોળી મારીને હત્યા કરી હતી. પીડિતાના પરિવારે આરોપ લગાવ્યો છે કે આ વ્યકિત તેની સાથે લગ્ન કરવા માટે તેના પર ઇસ્લામ ધર્મ સ્વીકારવા દબાણ લાવતો હતો.કેટલાક હિંદુ સંગઠનોએ આરોપ લગાવ્યો છે કે મહિલાની હત્યા એ ‘લવ જેહાદ’નો કેસ છે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી પ્રમુખ આલોક કુમારે શુક્રવારે પીડિતના પરિવારને મળ્યા અને લવ જેહાદની ઘટનાઓ પર ચિંતા વ્યકત કરી હતી.

Share Now