મહાનાયક અમિતાભ બચ્ચન વિરુદ્ધ ભાજપના ધારાસભ્યએ નોંધાવી પોલીસ ફરિયાદ, હિન્દુઓની લાગણી સાથે જોડાયેલો છે મામલો

358

મહાનાયક અમિતાભ બચ્ચન વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અભિમન્યૂ પવારે પોલીસ ફરિયાદ કરી છે.પવારે અમિતાભ બચ્ચન વિરુદ્ધ હિન્દુ ધાર્મિક ભાવના ભડકાવવાનો આરોપ લગાવતા મહારાષ્ટ્રના લાતૂરમાં ફરિયાદ નોંધાવી છે.હાલમાં પોલીસે તેમની ફરિયાદ સ્વિકાર કરી લીધી છે,પણ હજૂ સુધી FIR નોધી નથી.

બીગ બીએ ભડકાવી હિન્દુ ભાવના ?

લાતૂર પોલીસને મળેલી લેખિત ફરિયાદમાં અભિમન્યૂ પવારે કહ્યુ હતું કે,સોની ટીવી પર પ્રસારીત થતાં કાર્યક્રમમાં કેબીસીમાં અમિતાભ બચ્ચને એક સવાલમાં ધાર્મિક ભાવના ઠેસ પહોંચાડતો પ્રશ્ન પૂછ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. બિગ બીએ પોતાના કાર્યક્રમમાં એવો પ્રશ્ન પૂછ્યો હતો કે, 25 ડિસેમ્બર 1927 ના રોજ ડો. આંબેડકર અને તેમના અનુયાયીઓ આમાથી ક્યા ધર્મગ્રંથની કોપીઓ સળગાવી હતી ? જેમાં વિકલ્પ આપ્યા હતા.1) વિષ્ણુ પુરાણ, 2 શ્રીમદ ભાગવત ગીતા, 3 ઋગ્વેદ, 4 મનુસ્મૃતિ.

બે સમુદાયમાં ભેદભાવ પૈદા કરવાનો આરોપ

ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યે આરોપ લગાવ્યો છે કે,ચારેય વિકલ્પો હિન્દુ ધર્મ સાથે સંકળાયેલા છે.જો તેમનો ઉદ્દેશ્ય ખોટો ન હોય તો અલગ અલગ ધર્મના ગ્રંથોના નામ આપવા જોઈએ.પણ અહીં ફક્ત હિન્દુ ધર્મ ગ્રંથોના નામનો વિકલ્પમાં ઉલ્લેખ કરાયો છે.અમિતાભ બચ્ચને આવુ કરીને હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડી છે.ત્યારે આ બાબતને લઈને હિન્દુ અને બૌદ્ધ ધર્મના લોકો વચ્ચે ભેદભાવ પૈદા કરવાની કોશિશ અમિતાભ બચ્ચન કરી રહ્યા હોવાનો આરોપ ભાજપના ધારાસભ્ય લગાવી રહ્યા છે.

ષડયંત્ર દ્વારા કરવામાં આવ્યુ છે આવુ કામ

પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ખાસ માનીતા અને પીએ પણ રહી ચુકેલા પવારના જણાવ્યા અનુસાર આ એક પ્રકારના ષડયંત્ર અંતર્ગત આવુ કરવામાં આવ્યુ છે. જેથી કરીને સાંપ્રદાયિક માહોલ ખરાબ કરી શકાય.

Share Now