ઇસ્લામાબાદમાં સક્રિય આંતકવાદ થી ચિંતિત EUના નેતા જોર્ડને કઠોર પ્રતિબંધોની કરી વાત

250

તુર્કી અને પાકિસ્તાન જેવા દેશોમાંથી નીકળેલા આંતકવાદ અંગે ચિંતિત યુરોપિયન સંસદના સભ્ય જોર્ડન બર્દેલા એ અંકારા અને ઇસ્લામાબાદ વિરુદ્ધ પ્રતિબંધ મૂકવાની હાકલ કરી છે. તેમણે કહ્યું કે આ દેશોમાં આંતકવાદને વેગ મળ્યો છે અને તેમની સામે કડક નાણાકીય અને વેપારિય પ્રતિબંધ લાદવો જોઈએ.જોર્ડનના પ્રતિબંધો ના આહાન પછી ફ્રાન્સ અને મુસ્લિમ દેશો વચ્ચે ટકરાવ વધી ગયો છે.તેનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ફ્રાન્સમાં છેલ્લા એક મહિનામાં પેગંબર મહંમદના વિવાદિત કેરિકેચર થી ઘણા આંતકવાદી હુમલા થયા છે.જો તેના સૂચનને યુરોપિયન યુનિયન દ્વારા સ્વીકારવામાં આવશે તો પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ જશે.જોર્ડનના નિવેદનથી વધુ એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે પાકિસ્તાન હજી પણ તેની ધરતી પર આંતકવાદનું પોષણ કરી રહી છે અને તેને ટકાવી રહ્યું છે .
મુસ્લિમ દેશોએ ફ્રેન્ચ ની વસ્તુઓનો બહિષ્કાર કર્યો હતો.

જોર્ડનની માંગ સાથે ફ્રાન્સ વિરુદ્ધ મુસ્લિમ દેશોમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે.ઘણા મુસ્લિમ દેશોએ સોશિયલ મીડિયા પર ફ્રેન્ચ ચીજોનો બહિષ્કાર કરવાની હાકલ કરી હતી.પ્રોફેટ મુહમ્મદ ના વિવાદાસ્પદ વ્યૂહરચનાને લઈને ફ્રાન્સમાં ૩૦ ઓક્ટોબર એ એક ચર્ચ ને નિશાન બનાવ્યું હતું આ આંતકી હુમલામાં ત્રણ લોકોના મોત થયા હતા.બીજા ઘણા ઘણા લોકો ઘાયલ થયા હતા. ૨ નવેમ્બરે ચાર લોકોને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.આ ઘટનામાં ૨0 થી વધુ લોકો ઘાયલ થયા છે.

Share Now