આવતીકાલે ભારત બંધ દરમિયાન આ સેવાઓને અસર થવાની સંભાવના

292

ખેડૂત ગત 11 દિવસથી દિલ્હીમાં નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે.ખેડૂત સંગઠનોએ 8મી ડિસેમ્બરે ‘ભારત બંધ’ નું એલાન કર્યું છે.જેમાં અનેક રાજનીતિક પાર્ટીઓ અને જાહેર સંગઠનોએ સમર્થન આપ્યું છે.કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે પાંચ બેઠકો યોજાઈ હતી.પરંતુ સમસ્યાનો ઉકેલ ન આવતા ખેડૂત સંગઠનોએ ‘ભારત બંધ’ નો એલાન કર્યો છે.9 ડિસેમ્બરે એક વાર ફરી ખેડૂત સંગઠનો અને કેન્દ્ર સરકાર વચ્ચે વાતચીત થશે.પરંતુ ખેડૂતોએ પહેલા જ ખેડૂત સંગઠનોએ તમામ લોકોને ભારત બંધમાં જોડાવવાની અપીલ કરી છે.

8 ડિસેમ્બરે શું-શું રહેશે બંધ?

કિસાન નેતા બલદેવ સિંહ કહ્યું કે, 8 ડિસેમ્બરે આંદોલન સવારે 8 કલાકથી સાંજ સુધી ચાલશે.ખેડૂત આંદોલન માત્ર પંજાબના ખેડૂતોનું નથી.પણ સમગ્ર ભારતના ખેડૂતોનું છે એટલે જ અમે આંદોલનને મજબૂત બનાવવા માટે ભારત બંધનું એલાન કર્યું છે.આ આંદોલન શાંતિપૂર્ણ રહેશે.અમે કોઈને પણ હિંસા કરવાની પરવાનગી નહીં આપીશું.

બંધના સમય દરમિયાન દુકાન અને વ્યવસાય બંધ રહેશે. હરિયાણા, પંજાબ અને રાજસ્થાનની તમામ માર્કેટ યાર્ડ બંધ રહેશે.દૂધ-ફળ અને શાકભાજીનું વેચાણ બંધ રહેશે.પરંતુ લગ્નના કાર્યક્રમોને અને એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી સેવાઓને છૂટ આપવામાં આવી છે.

‘ભારત બંધ’ માં ગુજરાતના 250 ખેડૂતોએ આપ્યું સમર્થન

8 ડિસેમ્બરે ગુજરાતના 250 ખેડૂતો ભારત બંધને સમર્થન આપશે.તેમજ ગુજરાતના રાજકોટ,ગોંડલ,સુરત અને અમલસાડનું માર્કેટ યાર્ડ ભારત બંધનું સમર્થન કરશે.
ભારત બંધને આ રાજનીતિક પાર્ટીઓએ આપ્યું સમર્થન

કોંગ્રેસ,TRS, તૃણમૂલ કોંગ્રેસ, રાજદ, વામ ,દ્રમુક, શિવસેના, સપા, રાકાંપા, NCP અને આપ સહિત અન્ય પાર્ટીઓએ ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું છે.રાજનીતિક પાર્ટીઓની સાથે દસ કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ પણ બંધનું સમર્થન કર્યું છે.

Share Now