કોરોનાકાળના 6 મહિના સુધી ઈમ્યૂનિટી બુસ્ટર તરીકે ચાઇનીઝ લોકોએ ભારતીય ગોળ આરોગ્યો

309

કોરોના લોકડાઉન દરમિયાન શરીરની ઇમ્યૂનિટી કેવી રીતે વધારવી તેની પર ખૂબ ચર્ચા થાય છે.અનેક લોકો કાઢો પીવાની સલાહ આપે છે તો કોઇ બીજી વસ્તુ ખાવાની વાત કરે.આ દરમિયાન આપણા પડોશી દેશ ચીને ભારતની મોટી માત્રામાં ગોળ ખરીદી રહ્યો છે.અને તેમાં ગુજરાતથી ત્યાં મોટા પ્રમાણમાં ગોળ થાય છે. એપ્રિલથી સપ્ટેમ્બર 2020 સુધી ચીને ભારતની મોટા પ્રમાણમાં ગોળ મંગાવ્યો છે.

ગુજરાત,મહારાષ્ટ્ર,તેલંગાનાથી ચીનમાં ગોળ મોકલવામાં આવ્યો છે.વર્ષ 2019 કરતા આ વર્ષે ચીનમાં અનેક મોટો પ્રમાણમાં ગોળ ખરીદવામાં આવ્યો છે.અથૉરિટી આંકડાની વાત કરીએ તો ચીને કોરોના કાળમાં સૌથી વધુ ગોળ ખરીદ્યો છે.ગત વર્ષે 2019-20માં 12 મહિનાના આંકડા જોઇએ તો ચીનમાં 63 મીટ્રિક ટન ગોળ ભારતથી ખરીદ્યો છે.કોરોના કાળમાં તે ભારત સૌથી વધુ ગોળ ખરીદનાર દેશ બન્યો છે.આ સિવાય ગોળથી બનેલી કેટલીક વસ્તુઓની પણ માંગ વધી છે.હવે ગોળનો વેપાર ભારત સિવાય વિદેશોમાં પણ એટલો જ લોકપ્રિય થયો છે.ગોળ હવે ખાલી શહેરો અને ગામડાની દુકાનો જ નથી વેચાતો.

ગોળ હવે વિદેશના મોટો મોટા મોલમાં પણ પહોંચી ગયો છે.ચીન જ નહીં અન્ય દેશો પણ 250 ગ્રામ પેકિંગથી લઇને 1 કિલો ગોળનો એક્સપોર્ટ કરી રહ્યા છે.વેસ્ટ યુપીમાં આના અનેક પેકેજિંગ યુનિટ પણ છે.જેણે ગોળના વેપાર સાથે જોડાયેલા લોકોને ચહેરા પર સ્મિત લાવ્યું છે.અને તેમનો વેપાર કોરાના કાળમાં વધ્યો છે.

Share Now