ગલ્ફ અને ઇઝરાયેલ વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ : UAEએ 200થી વધુ ઇઝરાયલી નાગરિકોને એરપોર્ટ પર જ કર્યા નજર કેદ, દુબઇમાં પ્રવેશતા રોક્યા

291

સંયુક્ત આરબ અમીરાતએ દુબઈ એરપોર્ટ પર 200 થી વધુ ઇઝરાઇલ નાગરિકોને નજરબંધ કરી દીધા છે.આ લોકોને એરપોર્ટ છોડીને દુબઈ શહેરમાં જવાની મંજૂરી નથી.યુએઈના અધિકારીઓના જણાવ્યા મુજબ,આ ઇઝરાયલી નાગરિકોના દેશમાં પ્રવેશ માટે માન્ય વિઝા નથી.આ તમામ નાગરિકો સોમવારે યુએઈની લો બજેટ ફ્લાયદુબઇ એરલાઇનની ફ્લાઇટ દ્વારા યુએઈ પહોંચ્યા હતા.

આ કારણે ઇઝરાયલી નાગરિકોને દુબઇમાં પ્રવેશતા અટકાવાયા

યુએઈનાં સરકારી મીડિયાએ રિપોર્ટ આપ્યો છે કે ફ્લાયદુબઇ એર કંપનીએ મુસાફરોનાં વિઝાની કાળજી લીધી નથી.આ કારણોસર,આ મુસાફરોને દુબઈ એરપોર્ટ પર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.યુએઈમાં આવતા ઇઝરાયલી નાગરિકો માટે હજી એન્ટ્રી વિઝા અનિવાર્ય છે.જે એરલાઇને પહેલા જોવા જોઇતા હતા.

યુએઈના મીડિયા રિપોર્ટ અનુસાર,ઇઝરાઇલ નાગરિકોને કહેવામાં આવ્યું હતું કે તેઓ વિશેષ ઇલેક્ટ્રોનિક ફોર્મ ભર્યા પછી યુએઈમાં પ્રવેશ કરી શકશે.કારણ કે રવિવારે મોડી રાતે,યુએઈએ તેના વિઝા નિયમોમાં ફેરફાર કર્યા હતો.જો કે,તમામ એરલાઇન્સ,દૂતાવાસો અને મીડિયાને પણ તેની જાણ કરવામાં આવી હતી.

નવેમ્બરમાં બંને દેશોએ મફત વિઝા કરાર પર હસ્તાક્ષર કર્યા

સપ્ટેમ્બરમાં શાંતિ કરાર બાદ નવેમ્બરમાં બંને દેશોએ મફત વિઝા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.જેમાં બંને દેશોના નાગરિકોને 90 દિવસ સુધી વિઝા વિના મુસાફરી કરવાની છૂટ મળી છે.આ પછી,ફ્લાયદુબઈ એરલાઇને 26 નવેમ્બરથી તેની ફ્લાઇટ્સ શરૂ કરી હતી.ઇઝરાયેલ માટે સીધી અને નિયમિત ફ્લાઇટ્સ શરૂ કરનારી યુએઈની તે સૌ પ્રથમ એરલાઇન છે.

બંને દેશો વચ્ચેના હવાઈ મુસાફરી કરાર મુજબ અઠવાડિયામાં કુલ 28 નિયમિત ફ્લાઇટ્સ ઇઝરાઇલથી યુએઈ આવશે.આ ઉપરાંત,ઇઝરાઇલના રેમન એરપોર્ટથી પણ અમર્યાદિત સંખ્યામાં ચાર્ટર્ડ ફ્લાઇટ્સની મંજૂરી આપવામાં આવી છે.આ સિવાય બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થાપિત કરવા,હવાઈ ટ્રાફિક,વિઝા મુક્ત મુસાફરી, રોકાણ સુરક્ષા અને વિજ્ઞાન અને અને ટેકનોલોજીમાં સહયોગ અંગે પણ કરાર થયા છે.

Share Now