નવી દિલ્હી : આમ તો ગુજરાતમાં દારૂબંધી છે તેમ છાશવારે ગુજરાતમાં મોટા પ્રમાણ દેશી-વિદેશી દારૂ અને બીયરનો જથ્થો પકડાયો હોવાની ઘટનાઓ સામે આવે છે.જો તમે બીયર પીવાના શોખિન છો તો આ સમાચાર તમને જરૂર આંચકો આપશે.એક રિપોર્ટમાં બીયર કંપનીઓ વચ્ચે ભાવ વધારવા અંગે સાંઠગાઠનો પર્દાફાશ થયો છે અને આ ઘટનાક્રમ એક-બે કે ત્રણ વર્ષથી નહીં પણ 11 વર્ષથી ચાલી રહ્યો હોવાનું મનાય છે અને મનમાની રીતે ભાવ વધારી નાકંપનીઓએ ગ્રાહકોને લૂંટ્યા છે.
ઇન્ટરનેશનલ બીયર કંપની Carlsberg, SABMiller અને દેશી કંપની યુનાઇટેડ બ્રુઅરીઝની વચ્ચે સાંઠગાંઠ હોવાનો પર્દાફાશ થયો છે.આ કંપનીઓના ટોચના અધિકારીઓ વેપાર સંબંધિત સંવેદનશીલ માહિતીઓ એકબીજાને આપી અને પોતાનું કાર્ટલ રચીને 11 વર્ષથી દેશભરમાં બીયરના ભાવ ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યુ. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ)ના એક રિપોર્ટમાં આ સ્ફોટક માહિતી બહાર આવી છે.
સીસીઆઇ એ વર્ષ 2018માં આ ત્રણેય બીયર કંપનીઓની ઓફિસમાં દરોડા પાડ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.તપાસમાં આ કંપનીઓ સામે આંગળીઓ ઉઠી હતી. ભારતના 7 અબજ ડોલરના બીયર માર્કેટમાં તેમની હિસ્સેદારી 88 ટકા છે.સુત્રોના મતે આ રિપોર્ટને માર્ચમાં તૈયાર કરાયો હતો.સીસીઆઇના સીનિયર મેમ્બર તેની પર વિચારણા કરશે અને કંપનીઓને 25 કરોડ ડોલરથી વધુનો તોતિંગ દડ ફટકારવામાં આવી શકે છે.