નાઇજીરિયાની સ્કૂલ પર હુમલો, ૪૦૦ બાળકોનું અપહરણ

272

નાઇજીરિયાના ઉત્તર કાતસિના વિસ્તારમાં આવેલી કંકારા ગવર્નમેન્ટ સેકન્ડરી સ્કૂલ પર શુક્રવારે કેટલીક હથિયારબંધ અજાણી વ્યક્તિઓએ હુમલો કરી અંદાજે ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓનું અપહરણ કર્યું હતું.સ્કૂલના સિક્યૉરિટી ગાર્ડની હત્યા કરી આ વ્યક્તિઓ સ્કૂલના પરિસરમાં ઘૂસી આવી હતી.જે સમયે હુમલો થયો એ વખતે સ્કૂલમાં અંદાજે ૮૦૦થી વધારે બાળકો હાજર હતાં.જોકે બંદૂકધારીઓએ કેટલાં બાળકોનું અપહરણ કર્યું છે એ સ્પષ્ટ આંકડો હજી સુધી સામે નથી આવ્યો.શિક્ષણ કમિશનર બાદમાસી ચારાંચીએ જણાવ્યું કે ૪૦૬ વિદ્યાર્થીઓ પોતપોતાના ઘરે પહોંચી ગયા છે,જ્યારે બાકીના લાપતા છે.જ્યારે નાઇજીરિયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ બુહારીએ આ ઘટનાની નિંદા કરી દોષીઓ સામે સખત પગલાં લેવાની માગણી કરી છે.

Share Now