કોવિડે પ્રથમવાર લીધો રાજનેતાનો ભોગ, આ દેશના વડાપ્રધાનનું થયું નિધન

272

કોરોના વાયરસથી અત્યાર સુધીમાં લાખો લોકોના મૃત્યુ થયા છે પરંતુ સ્વાઝિલેન્ડના વડાપ્રધાન આ જીવલેણ વાયરસનો ભોગ બનનારા પ્રથમ વૈશ્વિક નેતા બન્યા છે. સ્વાઝિલેન્ડના વડાપ્રધાન એમ્બ્રોસ ડ્લામિનિને બે સપ્તાહ અગાઉ કોરોના થયો હતો અને સાઉથ આફ્રિકાની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. 52 વર્ષીય એમ્બ્રોસને નવેમ્બરમાં કોરોનાનો ચેપ લાગ્યો હતો પરંતુ તેમણે કહ્યું હતું કે તેમના લક્ષણો ઘણા હળવા છે અને તેમની તબીયત પણ સારી છે.જોકે,બાદમાં તેમની તબીયત લથડી હતી અને ડિસેમ્બરની શરૂઆતમાં તેમને પાડોશી દેશ સાઉથ આફ્રિકાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

સ્વાઝિલેન્ડ અત્યંત નાનકડો દેશ છે જેની કુલ વસ્તી 1.2 મિલિયન છે.વર્લ્ડ બેન્કના જણાવ્યા પ્રમાણે 2016 અને 2017માં દેશની 39 ટકા વસ્તી ગરીબીની રેખાની નીચે હતી. સ્વાઝિલેન્ડમાં 6,700થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે અને 127 લોકોના મોત થયા છે.

Share Now