ખેડૂતોએ સરકારનો પ્રસ્તાવ ઠુકરાવ્યો : ત્રણેય કાયદાઓ પરત ખેંચવાની માગ પર અડગ

303

કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતો દ્વારા કરવામાં આવતા આંદોલનનો આજે 28 નો દિવસ છે.આ આંદોલનને બંધ કરવા માટે સરકાર દ્વારા વધુ એક વાર વાતચીતનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો.જેને ખેડૂતો દ્વારા નકારી દેવામાં આવ્યો છે.

ખેડૂત સંગઠન દ્વારા કહેવામાં આવ્યું હતું કે,અમારે કૃષિ કાયદામાં ફેરફાર વિષે કોઈ જ વાતચીત કરવી નથી,પરંતુ અમારે કૃષિ કાયદા જ નથી જોતા.સિંધુ બોર્ડર ઉપર આજે સરકારના પ્રસ્તાવ ઉપર ચર્ચા કરવા માટે ખેડૂત સંગઠન દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી.બેઠક બાદ ખેડૂત સંગઠન નિર્ણય કર્યો હતો કે,સરકાર જે ત્રણ નવા કૃષિ કાયદા લાવી છે તેમાં કોઈપણ પ્રકારનો બદલાવ નહીં પરંતુ કાયદા જ જોતા નથી.ખેડૂતોનું કહેવું હતું કે,એમએસપીને લઈને જે સરકાર તરફથી પ્રસ્તાવ આવ્યો છે તેમાં પણ કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી.

ખેડૂત સંગઠનો એ વાત કરતાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા મોકલવામાં આવેલો પ્રસ્તાવ હાસ્યાસ્પદ છે.તેના પર જવાબ દેવો યોગ્ય લાગતો નથી.અમે જવાબ દેવા તૈયાર છીએ પરંતુ સરકાર કોઈ યોગ્ય પ્રસ્તાવ મોકલે અને અસરકારક માંગ કરવા માટે પરિણામ લક્ષી વાત કરવા માટે તૈયાર હોય તો જ.જ્યારે સરકાર અમને યોગ્ય પ્રસ્તાવ મોકલશે ત્યારે તે એજન્ડા બનાવી અને અમે સરકાર સાથે વાતચીત કરીશું.સ્વરાજ ઇન્ડિયાના યોગેન્દ્ર યાદવે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે યુનાઇટેડ ફાર્મ્સ ફ્રન્ટ દ્વારા આજે સરકારને પ્રસ્તાવ લખાયેલો છે જેમાં કહેવામાં આવ્યું છે કે સરકાર દ્વારા યુનાઇટેડ ફાર્મ ફ્રન્ટ દ્વારા પહેલાં લખાયેલા પત્ર ઉપર સવાલ ન ઉઠાવવો જોઇએ કારણ કે તે સર્વ સંમતિથી લેવાયેલો નિર્ણય હતો સરકારની નવી ચિટ્ટી ખેડૂત સંગઠનો અને બદનામ કરવા માટેની વધુ એક કોશિશ છે. તેમણે આગળ કહ્યું હતું કે અમે સરકારને આગ્રહ કરીએ છીએ કે એની સંશોધનો એટલે કે કૃષિ બિલ વિશે વાત ન કરે કારણ કે અમે એક વાર તેમાં વાતચીત કરી ચૂક્યા છીએ અને ના જણાવી ચૂક્યા છીએ આથી કોઈ યોગ્ય પ્રસ્તાવ લાવે તો જ આંદોલન અને તમારું હિત જળવાશે ખેડૂતો પોતાનુ હિત જોઈ રહયા છે અને સરકાર પોતાની ખુરશી બચાવવાની કોશિશ કરી રહી છે.ત્યારે હવે આ મામલો કઈ દિશામાં જશે તે જોવું રહ્યું.

Share Now