બજેટ : સરકારના 80 જેટલા વિભાગો પર ખર્ચ અંકુશ હટી ગયો, અર્થ તંત્રને દોડતું કરવાનો પ્રયાસ થશે

250

કોરોના વાયરસ મહામારી વચ્ચે કેન્દ્ર સરકાર કેન્દ્રીય બજેટ આપવા જઈ રહી છે અને નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા અત્યાર સુધીમાં અનેક બેઠકો કરી લેવામાં આવી છે અને બજેટની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે ત્યારે સરકારના અંતરંગ વર્તુળો એવા સંકેતો આપ્યા છે કે આ વખતે બજેટમાં સરકાર ખર્ચની માત્રા ખૂબ જ વધારી દેશે.

કોરોના મહામારી ને પગલે ખર્ચ પર અંકુશ મૂકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પાછલા સમય દરમિયાન ઘણા બધા પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા તે હટાવી લેવામાં આવ્યા છે અને 80 જેટલા વિભાગોમાં જે ખર્ચ પર અંકુશ મૂકવામાં આવ્યો હતો તે પણ પાછો ખેંચી લેવાયો છે અને હવે બજેટમાં ખાતાઓ માટે જંગી ફાળવણી થઈ શકે છે.
2020 માં કોરોના મહામારી ને પગલે કેન્દ્ર સરકારે રોકડ રકમ સાચવવા અને બેફામ ખર્ચ નહીં કરવાનું વલણ અપ્નાવ્યું હતું પરંતુ હવે બજેટમાં ઉદાર બનીને નાણામંત્રી તમામ ખાતાઓમાં અને લોક કલ્યાણના કાર્યો માટે જંગી ફાળવણી કરવાના છે અને એમ કરીને લોકો પણ ખર્ચ વધારે અને અર્થતંત્ર દોડતું થાય તે માટેના પગલા બજેટમાં જાહેર કરવામાં આવશે.

વિકાસના કામોને વધારે ગતિ આપવામાં આવશે અને લોકો તેમજ સરકાર તરફથી ખર્ચ વધે અને વેપાર તેમજ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થાય તેને નજરમાં રાખીને બજેટમાં કેટલાક પગલા લેવામાં આવશે.હવે 2021માં સરકારને કંજૂસી કરવી પોષાય તેમ નથી કારણકે અર્થતંત્રને ગતિશીલ બનાવવા માટે ખર્ચ વધારવા જરૂરી બનશે.કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામને બજેટ માટે અત્યાર સુધીમાં જે સૂચનો મળ્યાં છે જેમાં ખર્ચ વધારવા ના સુચનો વધુ પ્રમાણમાં થયા હતા અને બજેટમાં તેનો પડઘો પડશે.

Share Now