FASTAG : સરકારને બખ્ખા…વાહનધારકો પાસેથી 30,000 કરોડ ખંખેરી સરકાર તિજોરી ભરશે !!

291

કોરોનાકાળ એ લોકોને મંદિમાં ધકેલ્યા સાથે સાથે સરકારને પણ વેરા સહિતની આવકના એવા ફટકા લાગ્યા કે ગ્રાન્ટ અટકાવી યોજનાઓ અટકાવી અને ક્યાથી નાણા મળે તે પગલા લેવા શરૂ કર્યા છે,ત્યારે ફાસ્ટટેગ પણ આ યોજનાનુ જ સ્વરૂપ છે જે વાહનધારકોના રૂપિયા 30,000 કરોડ ખંખેરી સરકારની તિજોરી ભરશે તેમ ઇકોનોમિસ્ટો જણાવે છે,આગામી 1લી જાન્યુઆરીના રોજથી સમગ્ર દેશમાં ફાસ્ટેગનો ફરજિયાતપણે અમલ કરવો પડશે ત્યારે સરકારના ખિસ્સા ફટાફટ ભરાઈ જાય તે બાબત હાલના તબક્કે સ્પષ્ટ થઈ છે.પ્રાપ્ત આંકડા અનુસાર ફક્ત એક જ દિવસમાં ફાસ્ટેગ મારફત સરકારની તિજોરીમાં રૂા.80 કરોડ ઠલવાયા હતા.

એમ કહેવાય છે કે ટોલબુથના કારણે વાહનોની કતારો દૂર કરવા સરકારે ફાસ્ટેગ અમલી બનાવ્યું હતું. જેનો ફરજિયાતપણે અમલ આગામી 1લી જાન્યુઆરીથી થનાર છે.ત્યારે ફાસ્ટેગ એવી સીસ્ટમ છે જેમાં વાહન ચાલકોએ એડવાન્સ પેમેન્ટ કરવું પડશે તો અને તો જ તેમને ટોલબુથ ખાતેથી પસાર થવા દેવામાં આવશે.જેથી સરકારની તિજોરીમાં ફટાફટ નાણા ઠલવાઈ રહ્યાં છે.ફાસ્ટેગની ફરજીયાત અમલવારી નજીક ત્યારે દેશભરના લોકો ફાસ્ટેગ લેવા પડાપડી કરી રહ્યાં છે.તેવા સમયે રોજના લાખો ટ્રાન્જેકશન મારફત કરોડો રૂપિયા સરકારની તિજોરીમાં ઠલવાયા છે સરકારની તિજોરીમાં ટોલ ટેક્ષ મારફત થતી આવકમાં ખોટ પડતી અટકાવવા સરકારે ફાસ્ટેગ અમલી બનાવવાનો નિર્ણય કર્યો હતો.એક અંદાજ અનુસાર ફાસ્ટેગ મારફત સરકાર રૂા.30,000 કરોડ કમાઇ લેશે.

1લી જાન્યુઆરી 2021થી હાઈવે પર વાહન ચલાવવા ફાસ્ટેગ ફરજિયાત બની રહ્યું છે.ત્યારે હાઈવે ઓથોરીટીએ તમામ પ્રકારની તૈયારીઓ કરી લીધી છે.દેશભરના ટોલ પ્લાઝાને ફાસ્ટેગની સવલતથી સજ્જ પણ કરી દેવામાં આવી છે.ફાસ્ટેગના અમલીકરણથી દેશભરના વાહન ચાલકો કે જેઓ હાઈવે પર સફર કરતા હોય છે તેમને ખુબ મોટી રાહત થશે.ટોલ પ્લાઝા ખાતે કતારમાં ઉભા રહેવાની ઝંઝટ દૂર થતાં વાહન ચાલકોનો સમય તેમજ ઈંધણ બન્નેની બચત થશે. તેમણે ઉમેર્યું હતું કે,સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલમાં નવી જોગવાઈ ડિજીટલ ટ્રાન્જેકશનને વેગવંતુ બનાવશે તેવો દાવો કરાય છે.

દેશભરમાં 30,000 કેન્દ્ર ખાતે ફાસ્ટેગ સરળતાથી ઉપલબ્ધ થશે.તેમજ દેશભરના તમામ નેશનલ હાઈવે ઓથોરીટી સંચાલીત ટોલ પ્લાઝા ખાતે પણ ફાસ્ટેગની સવલત ઉભી કરી દેવામાં આવી છે.ઉપરાંત ઈ-કોમર્સ પ્લેટફોર્મ જેવા કે એમેઝોન,ફલીપકાર્ટ અને સ્નેપડીલ ખાતેથી પણ લોકો ફાસ્ટેગ સરળતાથી મેળવી શકશે તેમ પણ જણાવાયુ છે.

Share Now