આને કહેવાય સન્માન : ઈઝરાયેલનો જાસૂસ 35 વર્ષે જેલમાંથી છૂટતા પીએમ પહોંચ્યા સ્વાગતમાં, આપ્યું દેશનું નાગરિકત્વ

268

ઈઝરાયેલ માટે જાસૂસી કરનારા અમેરિકી અધિકારી જોનાથન પોલાર્ડને ૩૫ વર્ષની કેદ પછી અમેરિકાએ મુક્ત કર્યા હતા.ઇઝરાયેલ માટે જાસૂસી કરતા હોવાથી પોલાર્ડ પોતાના પત્ની સાથે અમેરિકા છોડી ઇઝરાયેલ પહોંચ્યા હતા.અમેરિકામાં ઝિરો સાબિત થયેલા પોલાર્ડ ઈઝરાયેલ માટે હિરો છે,કેમ કે અમેરિકી નૌકાદળના અનેક ગુપ્ત દસ્તાવેજો તેમણે ઈઝરાયેલને પુરા પાડયા હતા.માટે ઈઝરાયેલના એરપોર્ટ પર સ્વાગત કરવા ખુદ વડાપ્રધાન નેતન્યાહુ હાજર રહ્યા હતા અને ઈઝરાયેલી આઈકાર્ડ આપ્યું હતું.

૧૯૮૫માં જોનાથન માહિતીની હેરાફેરી કરતા ઝડપાયા હતાં

૧૯૮૫માં જોનાથન માહિતીની હેરાફેરી કરતા પકડાઈ ગયા હતા.અમેરિકાએ ત્યારે તેમને ૩૫ વર્ષની સજા ફટકારી હતી.એ સજા હવે પુરી થઈ હતી.શરૃઆતમાં ઇઝરાયેલે જોનાથન પોતાના જાસૂસ હોવાનો ઈન્કાર કર્યો હતો.પણ ૧૯૯૫માં તેમને ઇઝરાયેલની નાગરિકતા આપી હતી અને એજન્ટ હોવાનો પણ એકરાર કર્યો હતો. ૨૦૧૫માં નેતન્યાહુએ તેમને માફી આપવા અમેરિકાને વિનંતી કરી હતી,જે અમેરિકાએે સ્વીકારી ન હતી.ગયા મહિને અમેરિકાએ તેમને પેરોલ પર મુક્ત કર્યા હતા.

ઈઝરાયેલ માટે અતિ મહત્ત્વના જાસૂસ હતા જોનાથન

તેમને અમેરિકાથી ઈઝરાયેલ લાવવા માટે અમેરિકી ઉદ્યોગપતિ શેલ્ડોનનું ખાનગી વિમાન વાપરવામાં આવ્યું હતું.કોરોનાકાળ હોવાથી આ દંપતિ નિયમ પ્રમાણે જેરુસલેમમાં ક્વૉરન્ટાઈન રહેશે. સજા થયા પછી જોનાથને એક ઈન્ટર્વ્યુમાં કહ્યું હતું કે હું એક સાથે બે દેશની સેવા કરવા ગયો,પણ નિષ્ફળતા મળી.જોનાથન અમેરિકી નાગરિક છે,પરંતુ ઈઝરાયેલ માટે જાસૂસી કરતા હતા.ઈઝરાયેલ માટે એ અતિ મહત્ત્વના જાસૂસ હતા,એ તેમને અપાતી મહેમાનગતી પરથી સ્પષ્ટ થાય છે.

Share Now