હૈદરાબાદની કંપનીએ SBI સહિતની બેન્કોને 4800 કરોડનો ચૂનો લગાવ્યો : CBI દ્વારા તપાસ હાથ ધરાઈ

271

સીબીઆઈએ હૈદરાબાદની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપ્ની અને તેના મેનેજિંગ ડિરેક્ટર સુધીર રેડ્ડી અને જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર આર બાલારામી રેડ્ડી સામે બેંકો સાથે 4,800 કરોડ રૂપિયાથી વધુનો ફ્રોડ કરવાના આરોપમાં કેસ નોંધ્યો છે.અધિકારીઓએ જણાવ્યું કે,તપાસ એજન્સીએ કંપ્નીની ઓફિસ અને બંને આરોપીઓના ઘરો પર સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું.

સીબીઆઈના પ્રવક્તા આર સી જોશીએ કહ્યું કે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ફરિયાદના આધારે હૈદરાબાદની કંપ્ની અને તેના ડિરેક્ટરો સામે કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, ‘આરોપ લગાવાયો છે કે આરોપીઓએ અન્ય અજાણ્યા લોક સેવકો અને અન્યો સાથે મળીને જાહેર ક્ષેત્રની બેંકો સાથે ફ્રોડ કર્યું,જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા,આઈડીબીઆઈ બેંક,કેનેરા બેંક,આંધ્ર બેંક,કોર્પોરેશન બેંક,એક્ઝિમ બેંક,પંજાબ એન્ડ સિંધ બેંક,યુનિયન બેંક ઓફ ઈન્ડિયા સામેલ છે.તેને પગલે આ બેંકોને કુલ 4,837 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થયું.’

સીબીઆઈએ આરોપ લગાવ્યો કે, કંપ્નીએ બેંકો પાસેથી લીધેલી લોનના હપ્તા ન ભરીને છેતરપિંડી કરી.સીબીઆઈએ કહ્યું કે, કંપ્નીએ ક્ધસર્ટિયમ મેમ્બર્સ પાસેથી ક્રેડિટ ફેસિલિટી લીધી અને લોન પાછી ભરપાઈ ન કરીને છેતરપિંડી કરી.જોશીએ કહ્યું કે, ‘ફોરેન્સિક ઓડિટ રિપોર્ટના આધારે એવો પણ આરોપ મૂકાયો છે કે, કંપ્નીએ બુક્સમાં કોઈ ખરીદીનું ટ્રાન્જેક્શન્સ બતાવ્યા વિના પાર્ટીઓને લેટર્સ ઓફ ક્રેડિટ ()થી પેમેન્ટ કર્યું હતું અને કંપ્નીના અકાઉન્ટમાં ફંડ્સ ડાયવર્ટ કયર્િ હતા અને એ રીતે બેંકના ફંડ્સનો ખોટો ઉપયોગ કર્યો હતો.’

જોશીએ જણાવ્યું કે, કંપ્ની પર અન્ય નાણાંકીય અનિયમિતતાઓને લગતા પણ આરોપ છે.તેમણે જણાવ્યું કે,હૈદરાબાદમાં આરોપીઓની ઓફિસ તેમજ ઘરમાં સર્ચ કરવામાં આવ્યું અને આ દરમિયાન તપાસ એજન્સીને ઘણા મહત્વના દસ્તાવેજ મળ્યા છે.

Share Now