– જીઆઇડીસી ખાતે આવેલી ઉર્વશી પેપર મિલ પાસે વાહન ચેકિંગ
– કન્ટેઈનરના જરૂરી દસ્તાવેજી પુરાવા સહીત બીલની ચકાસણી કરાઈ
અંકલેશ્વર : અંકલેશ્વર જીઆઇડીસીમાં જીએસટી મોબાઈલ સ્કોર્ડના દરોડા પાડ્યા હતા.જીઆઇડીસી ખાતે આવેલ ઉર્વશી પેપર મિલ આગળ રહેલ 10 થી વધુ કન્ટેનર વાહન ચેકિંગ દરમિયાન જોવા મળતા તેમના દ્વારા સર્ચ કર્યા હોવાનું જણાવા મળી રહ્યું છે.કન્ટેનરના જરૂરી દસ્તાવેજી પુરાવા સહીત રેકડની ચકાસણી કરવા આવી રહી છે.કરોડો રૂપિયા કર ચોરી પકડાયાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તાર માં જી.એસ.ટી ની મોબાઈલ ચેકિંગ સ્ક્વોર્ડની ટીમે રવિવારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.અને વિવિધ વિસ્તાર માં વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન રામદેવ ચોકડી થી એશિયન્ટ પેન્ટ ચોકડી વચ્ચે આવેલ ઉર્વશી પેપર મિલ પાસે 10 જેટલાં કન્ટેનર તેમને જોવા મળ્યા હતા ફોરેન થી આવેલ કન્ટેનર અંગે અધિકરી પ્રાથિમક તમામ કંન્ટેનર ચાલાકની અને કંપની મેનેજમેન્ટની પૂછપરછ આરંભી હતી.
કંપની પાસે ખરીદીના બીલ તેમજ જી.એસ.ટી અંગે ચકાસણી કરી હતી.આ અંગે ટીમ સભ્ય ગામીતએ જણાવ્યું હતું કે હાલ 10 જેટલા કન્ટેનર છે જેના બીલો સહીત જરૂરી દસ્તાવેજી રેકર્ડની ચકાસણી કરવામાં આવી રહી છે.જેના આધારે આગળની કાર્યવાહી થશે.