ટ્રમ્પ સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવા તૈયારી

268

અમેરિકી સંસદની બહાર હિંસાનું જે નગ્ન પ્રદર્શન કરવામાં આવ્યું છે તેને પગલે અમેરિકી નેતાઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે અને મોટાભાગના સંસદસભ્યો ટ્રમ્પ સામે સખતમાં સખત કાર્યવાહી કરવાની માગણી કરી રહ્યા છે.ટ્રમ્પની સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની માગણી પણ વધી રહી છે અને મોટાભાગના સંસદ સભ્યો આ માગણીને ટેકો આપી રહ્યા છે.ટ્રમ્પ્ના ટેકેદારો દ્વારા કરવામાં આવેલી હિંસાને લીધે એક મહિલાનું મૃત્યુ થયું છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે ત્યારે ટ્રમ્પ્ની સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટે પૂરતા પુરાવા ઉપલબ્ધ હોવાનું માનવામાં આવે છે. અમેરિકી મીડિયાના અહેવાલો મુજબ ટ્રમ્પ ની સામે ટૂંક સમયમાં જ આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી પૂરી સંભાવના છે.અત્યારે કાયદાકીય સલાહ લેવામાં આવી રહી છે.કંપ્ની સામે આકરી કાર્યવાહી થયા બાદ હિંસા વધી જશે કે કેમ તે અંગે પણ મંથન ચાલી રહ્યું હોવાનું બહાર આવ્યું છે.

આ પહેલા બિલ ક્લિન્ટન સામે મહાભિયોગ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. હવે હિંસા કરાવવા બદલ ટ્રમ્પ સામે આ કાર્યવાહી થઈ શકે છે તેવી પુરેપુરી શક્યતા દેખાઈ રહી છે.

Share Now