‘આ રાજદ્રોહ છે’ હુમલાને વખોડતા બાઈડેન: પ્રમુખ ટ્રમ્પ બંધારણની રક્ષા કરે : અપીલ

327

વોશીંગ્ટન તા.7 : વોશીંગ્ટન અમેરીકામાં ગઈકાલે થયેલી હિંસાને પ્રેસીડેન્ટ ઈલેકટ જો બાઈડન “રાજદ્રોહ” તરીકે ગણાવીને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને તેઓએ બંધારણનાં નામે જે શપથ લીધા છે તેને સન્માન આપવામાં બંધારણની તથા અમેરીકી જનતાની રક્ષા કરવા જણાવાયું હતું તથા તેમના સમર્થકોને સંસદ ભવનની ઘેરાબંધી પણ ખત્મ કરવા આહવાન કરે તેવી અપીલ કરી છે.બાઈડને કહ્યું હતું કે કેપીટલ હીલ પર હુમલો કરનારા જેવા અમો નથી કાનુન પાલન નહિં કરનારાઓની આ સંખ્યા ખુબ જ ઓછી છે.તેઓએ કેપીટલ હીલ પર હુમલાને રાજદ્રોહ ગણાવ્યો હતો.

Share Now