ઝિમ્બાબ્વેની ટીનેજર બાળલગ્ન તરફ ધકેલાતી છોકરીઓને શીખવે છે તાએ ક્વાન ડો

268

ઝિમ્બાબ્વેની એક ટીનેજર બાળલગ્ન તરફ ધકેલવામાં આવતી છોકરીઓને તાએ ક્વાન ડો શીખવી રહી છે.
આફ્રિકાના ઘણા દેશોમાં ઘણી છોકરીઓને ગરીબી અને પરંપરાગત પ્રણાલીને કારણે ઘણી નાની વયે પરણાવી દેવામાં આવે છે.
આવી છોકરીઓ પોતાનું રક્ષણ કરી શકે એ માટે ૧૭ વર્ષની નેતસિરેઇશે મરિત્સાએ છોકરીઓને સ્વરક્ષણની તાલીમ આપતી તાએ ક્વાન ડો સ્પોર્ટ્સ શીવવાનું શરૂ કર્યું છે.

અહીં લોકોમાં તાએ ક્વાન ડોનું ખાસ પ્રચલન જોવા મળતું નથી,પરિણીત અને અપરિણીત, બન્ને મહિલાઓ માટે આ અદ્ભુત છે. હું તેમનું ધ્યાન પ્રાપ્ત કરવા માટે એનો ઉપયોગ કરું છું,એમ મરિત્સાએ જણાવ્યું હતું.
મરિત્સા પોતે પાંચ વર્ષની હતી ત્યારથી માર્શલ આર્ટ્સની ફૅન છે.હવે તે ફુલટાઇમ ટીચર બની ગઈ છે અને ચાર વર્ષનાં નાનાં બાળકોને પણ આ કળા શીખવી રહી છે.
મરિત્સાના વિદ્યાર્થીઓ કિક,પંચ,સ્ટ્રાઇક અને સ્પાર કરવાની મરિત્સાની સૂચનાઓ પર ગંભીરતાથી ધ્યાન આપીને એને અનુસરે છે.એક વખત સેશન પૂરું થઈ જાય પછી મરિત્સા એના વર્ગ સાથે બેસીને તેમની સાથે બાળલગ્નનાં જોખમો વિશે ચર્ચા કરે છે.

Share Now