AGR મામલે VI-ભારતી એરટેલે સુપ્રીમમાં અરજી કરી

237

ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું છે કે કંપની દ્વારા કરાયેલ ચુકવણીનો દુરસંચાર વિભાગે હિસાબ કર્યો નથી.એજીઆરની માંગમાં અમુક ટેક્સની ગણતરી બે વખત થઇ છે તથા ઓપરેટર દ્વારા કરવામાં આવેલ રોમિંગ ચાર્જ ચુકવણીના સંબંધમાં વિભાગે કાપ મુક્યો નથી.

ભારતી એરટેલ દ્વારા એજીઆર મામલે દુરસંચાર વિભાગની ગણતરી પર ફરીવાર સમીક્ષા કરવા માટે સુપ્રીમમાં અરજી દાખલ કર્યાના થોડા દિવસો બાદ આ ઘટનાક્રમ સામે આવ્યો હતો. વોડાફોન આઈડિયાએ પણ આ રીતે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. કંપનીએ પોતાની અરજીમાં બાકી એજીઆરની ગણતરીમાં ટેલિકોમ વિભાગની અમુક ખાસ વિસંગતિઓ બાબતે જણાવ્યું છે જેનાથી 5932 કરોડ રૂપિયાની વધારાની માંગ ઉભી થઇ છે.

વોડાફોન-આઈડિયાનું અનુમાન છે કે દુરસંચાર વિભાગની 58,254 કરોડ રૂપિયાની ગણતરીની અપેક્ષાએ તેનું દેવું 21,533 કરોડ રૂપિયા છે. વિભાગની નોટિસ અનુસાર વોડાફોન આઈડિયાએ 50,400 કરોડ રૂપિયાની ચુકવણી 31 માર્ચ,2031 સુધી દાસ એકસમાન હપ્તાઓમાં કરવાની છે.કંપનીએ અત્યારસુધી 7854 કરોડ રૂપિયા ચૂકવી દીધા છે. બીજી તરફ દુરસંચાર વિભાગની ગણતરી અનુસાર એરટેલ પાસેથી એજીઆર પેટે 43,980 કરોડ રૂપિયા લેવાના થાય છે જોકે કંપનીની ગણતરી અનુસાર તેણે સરકારને 13,004 કરોડ જ ચૂકવવાના છે.

Share Now