અમદાવાદ સહિત ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે.જોકે આવતીકાલથી તાપમાન ૨-૩ ડિગ્રી સુધી ગગડતાં ઠંડીના ચમકારામાં ફરી વધારો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે
વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસર ઘટી જતાં હવે વરસાદની કોઇ સંભાવના નહીવત
ગુજરાતમાં હાલ ઉત્તરપૂર્વથી પૂર્વ દિશાનો પવન છે.વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સને પગલે સુરતના ઉમરપાડા-માંડવી, નર્મદાના ગરૃડેશ્વર,છોટા ઉદેપુરના ક્વાંટ, તાપીના નિઝરમાં છૂટાછવાયા ઝાપટા પડયા હતા.જોકે,હવે વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસર ઘટી જતાં હવે વરસાદની કોઇ સંભાવના નથી.શનિવારે રાત્રે ૭.૮ ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું.નલિયા સિવાય રાજ્યમાંથી અન્યત્ર લઘુતમ તાપમાનનો પારો ૧૧ ડિગ્રીથી વધુ રહ્યો હતો.
આગામી ૩ દિવસ દરમિયાન આટલુ રહેશે લઘુતમ તાપમાન
અમદાવાદમાં ૨૭.૬ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૦.૧ ડિગ્રીનો ઘટાડો જ્યારે ૧૭.૩ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૪.૫ ડિગ્રીનો વધારો નોંધાયો હતો.આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં આગામી ૩ દિવસ દરમિયાન સરેરાશ લઘુતમ તાપમાન ૧૩ ડિગ્રીની આસપાસ રહે તેની સંભવાના છે. આમ,ઉત્તરાયણના તહેવાર દરમિયાન ઠંડીનો ચમકારો અનુભવાશે.