મંજૂરી/5થી 6 વર્ષમાં બનનારી વેક્સિન 12 મહિનામાં કેવી રીતે થઇ તૈયાર?જાણો કોવિશિલ્ડ અંગે મહત્વની વાત

245

આજથી ભારતમાં વેક્સિનેશન અભિયાન શરૂ થઇ ગયું છે.ત્યારે 5થી 6 વર્ષમાં તૈયાર થતી વેક્સિન ઓક્સફોર્ડે 12 મહિનામાં જ તૈયાર કરી દીધી છે.ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એસ્ટ્રાજેનેકા સાથે મળી વેક્સિન બનાવી છે.અને વેક્સિનનું ઉત્પાદનનું કામ ભારતની સીરમ ઇન્સ્ટીટ્યૂટને મળ્યું છે.

આજથી ભારતમાં કોરોના વેક્સિનેશન અભિયાન
ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ 12 મહિનામાં જ તૈયાર કરી છે વેક્સિન
ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એસ્ટ્રાજેનેકા સાથે મળી બનાવી છે વેક્સિન
ઓક્સફોર્ડની વેક્સિનને ભારત,બ્રિટન,આર્જન્ટિના,અલસલ્વાડોરમાં મંજૂરી મળી છે. અને હજુ ત્રીજા ફેઝનું ટ્રાયલ ચાલું છે.ત્યારે કોવિશીલ્ડ કેવી રીતે તૈયાર થઇ તે જાણીએ તો. ઓક્સફોર્ડના વૈજ્ઞાનિકોએ સૌથી પહેલા એ શોધ્યું કે વાયરસને નબળો પાડવા માટે શું જરૂરી છે.રિસર્ચમાં જાણવા મળ્યું કે વાયરસના સ્પાઇક પ્રોટીનને ખતમ કરવાની જરૂર છે. કોરોના વાયરસ શરીરમાં બાદમાં જાય છે તે પહેલા આ સ્પાઇક પ્રોટીન હુમલો કરે છે.

ઓક્સફોર્ડ યુનિવર્સિટી પાસે ChAdOz1 વાયરલ વેક્ટર ટેક્નોલોજી છેલ્લા 10 વર્ષથી છે. વાયરલ વેક્ટરથી જ ઓક્સફોર્ડ અનેક બીમારીઓની વેક્સિન બનાવે છે અને પ્રયાસ કરતા રહે છે.ત્યારે ChAdOz1 વાયરલ વેક્ટર દ્વારા વૈજ્ઞાનિકોએ એડિનોવાયરસને મોડિફાઇ કર્યું.એડિનો વાયરસથી ચિમ્પાંજીને સામાન્ય શરદી થાય છે.ઓક્સફોર્ડના વૈજ્ઞાનિકોએ ChAdOz1ને પસંદ કરી કેમકે આ મજબૂત ઇમ્યૂન રિસ્પોન્સ ઉભો કરે છે.ChAdOz1 વાયરલ વેક્ટર વાયરસને ફેલાવા નથી દેતો એટલે કે અન્ય વાયરસ પેદા નથી કરવા દેતો.

અગાઉ ChAdOz1 વાયરલ વેક્ટર થિયરીથી જ મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિંડ્રોમની સારવાર કરી હતી.અને ChAdOz1ને ડિઝીસ એક્સ માટે હંમેશા તૈયાર રખાય છે. WHOની પરિભાષા મુજબ ભવિષ્યમાં આવનારી મહામારીને ડિઝીસ એક્સ કહે છે.ચીનના વૈજ્ઞાનિકોએ કોરોનાના જિનેટિક સિક્વન્સ શોધી કાઢતા ઓક્સફોર્ડને આસાની થઇ.અને ઓક્સફોર્ડે તેને ChAdOz1નો ઉપયોગ કરી વેક્સિન બનાવાની પ્રક્રિયા શરૂ કરી.

ChAdOz1 વેક્ટર અને SARS-CoV-2ના સ્પાઇક પ્રોટિનને ભેગા કર્યા અને વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો હતો એટલે તુરંત પ્રાણીઓ પર ટ્રાયલ કરવામાં આવ્યું.પ્રાણીઓ પર ટ્રાયલમાં સકારાત્મક ડેટા મળ્યો એટલે હ્યુમન ટ્રાયલ શરૂ કર્યું.ઓક્સફોર્ડની વેક્સિનનું ક્લિનીકલ ટ્રાયલ 3 તબક્કામાં શરૂ કર્યું.સામાન્ય રીતે ત્રણે ટ્રાયલ અલગ-અલગ હોય છે. જો કે ઓક્સફોર્ડે ફેઝ-1 અને ફેઝ-2ને ભેગા કર્યા અને ફેઝ-2 અને ફેઝ-3ને સાથે કરી દીધા.

ફેઝ એકઠા કરવાથી વેક્સિનની પ્રોસેસની પ્રક્રિયા ઝડપી થઇ ગઇ. અને યોગ્ય રીતે ટ્રાયલ થાય એટલે ઓક્સફોર્ડે અલગથી ડેટા સેફ્ટી મોનિટરિંગ બોર્ડ બનાવ્યું.ઓક્સફોર્ડની વેક્સિનનું ટ્રાયલ હજુ પણ ચાલુ જ છે અને મોનિટરિંગ બોર્ડ સેફ્ટી પર નજર રાખી રહ્યું છે.ઓક્સફોર્ડ યૂનિવર્સિટીએ દાવો કર્યો છે કે દરેક વોલંટિયર્સ પર વેક્સિનની 5-5 વખત ટેસ્ટ કરાઇ છે.અને વેક્સિન ટ્રાયલમાં 4 દેશના 24 હજાર લોકોએ ભાગ લીધો છે. અને હાલ વેક્સિનનું અંતિમ ટ્રાયલ ચાલી રહ્યું છે જેમાં 4 દેશના 30 હજાર લોકો ભાગ લઇ રહ્યા છે.

Share Now