સૌરવ ગાંગુલીની ત્રણ આર્ટરી બ્લોક,આજે 2 સ્ટેન્ટ મૂકાશે;2 જાન્યુઆરીએ એક સ્ટેન્ટ મુકાયું હતું

224

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની તબિયત ફરી બગડી છે. તેમણે બુધવારે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા તાત્કાલિક અપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આજે તેમના બ્લોકેજને દૂર કરવા માટે 2 સ્ટેન્ટ મૂકવામાં આવશે.અગાઉ 2 જાન્યુઆરીએ તેમને હાર્ટ એટેક આવ્યો હતો,ત્યારે એક સ્ટેન્ટ મુકાયું હતું.

મેડિકલ હિસ્ટ્રી
અપોલો હોસ્પિટલે બુધવારે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે,2 જાન્યુઆરી છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા તેમને વુડલેન્ડ્સ હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા.તેમની ત્રણ નળી બ્લોક હતી.ડોક્ટર દેવી શેટ્ટી સહિતની એક્સપર્ટની ટીમે એક સ્ટેન્ટ મુકાયું હતું. તેમજ સલાહ આપી હતી કે બીજા બે બ્લોકેજ માટે સ્ટૅન્ટિંગ 2-3 અઠવાડિયા પછી કરવામાં આવે.ગઈકાલે એન્જિયોપ્લાસ્ટી સર્જરી પછીનો 25મો દિવસ હતો.તેમણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા તરત જ હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા અને 28મી જાન્યુઆરીએ (આજે ) ડોક્ટર આફતાબ ખાન બાકીના બે સ્ટેન્ટ મૂકશે.તેઓ ડોક્ટર શેટીની હાજરીમાં ઓપરેટ કરશે.

ગાંગુલીની એન્જિયોપ્લાસ્ટી સર્જરી થઈ હતી
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને 2 જાન્યુઆરીએ હાર્ટ-અટેક આવ્યો હતો. ત્યાર બાદ તેમને કોલકાતાની વુડલેન્ડ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા,જ્યાં તેમની એન્જિયોપ્લાસ્ટી સર્જરી થઈ હતી.તેમના હૃદયમાં 3 બ્લોકેજ હતા.ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ હોસ્પિટલ જઈ ગાંગુલીના ખબરઅંતર પૂછ્યા હતા.

જિમમાં ચક્કર આવતાં હોસ્પિટલ ગયા હતા દાદા
ક્રિકેટ જર્નલિસ્ટ અને ગાંગુલીના મિત્ર બોરિયા મજુમદારે 2 જાન્યુઆરીએ પોતાના ટ્વીટમાં જણાવ્યું હતું કે ગાંગુલીને જિમમાં ચક્કર આવ્યા હતા.એ પછી તેઓ વૂડલેન્ડ હોસ્પિટલમાં ટેસ્ટ કરાવવા ગયા હતા,જ્યાં ખબર પડી કે હાર્ટ-અટેક આવ્યો હતો. ડોકટર સરોજ મંદોલની આગેવાનીમાં ત્રણ ડોકટર્સની ટીમે તેમની સારવાર કરી હતી.

PM મોદીએ કરી હતી પરિવાર સાથે વાત
ગઈ વખતે ગાંગુલીની તબિયત બગડી ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંગુલીની પત્ની ડોના સાથે વાત કરી હતી અને ગાંગુલીના સ્વાસ્થ્યની જાણકારી લીધી હતી.એ પહેલાં હોમ મિનિસ્ટર અમિત શાહે પણ ફોન કરીને ખબરઅંતર પૂછ્યા હતા.

ગાંગુલીએ કહ્યું હતું,બોડી જે રીતે રિએક્ટ કરશે એમ કરશે
ગાંગુલીને 7 જાન્યુઆરીએ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.ત્યાર બાદ આરામ લેવાના સવાલ પર તેણે મીડિયાને કહ્યું હતું કે બોડી જેમ રિએક્ટ કરશે એમ કરશે.

Share Now