સરકાર સાથે ઠગાઇ કેસમાં નવસારી ACB એક્શનમાં,ધરમપુર ખેતતલાવડી કૌભાંડમાં 2 ખાનગી ઓડિટરની ધરપકડ

330

નવસારી : નવસારી એસીબીએ ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લિ. દ્વારા વલસાડમાં ખેતતલાવડી બનાવી નહીં હોવા છતાં તેમના ખોટા બીલો બનાવીને તેનું ઓડિટ કરનારા પીપારા કંપનીના બે ઓડિટરે આરોપીને મદદગારી અને સરકાર સામે છેતરપિંડી કરી હોવાથી નવસારી એસીબીએ તેમની અટક કરી હતી.

ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લિ.દ્વારા વલસાડમાં અધિકારીઓ દ્વારા વર્ષ 2017-2018 દરમિયાન ખેડૂતોના ખેતરમાં ખેતતલાવડી નહીં બની હોવા છતાં તેના બીલ પાસ કરી સરકાર પાસે સહાય મેળવી હતી.આ બાબતે નવસારી એસીબી પીઆઈ બી.જે.સરવૈયા તપાસ કરી રહ્યા હતા.તપાસમાં ખુલ્યું કે ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લિ. અંતર્ગત તલાવડી બાબતે ઓડિટર તરીકે પીપારા એન્ડ કંપનીનાં બે ઓડિટર દ્વારા ખોટા બીલ મુક્યા હતા તેને પાસ કરી તેને ફાઈનલ ગણાવી સરકાર સામે છેતરપિંડી કરી હતી.જેમાં વર્ષ-2017ના કેસમાં 8 ખેતતલાવડી બનાવી નહીં હોવા છતાં તેના બીલો બનાવીને કુલ રૂ. 6.92 લાખનું નુકસાન પહોચાડ્યું હતું.જેમાં ઓડિટર ભોમિક દિલીપ ગાંધીએ આરોપીઓને સાથ આપ્યો હોય તેમનાં નામે ફરિયાદ નોંધાઈ હતી.

વર્ષ-2018માં ધરમપુરનાં બારોલીયા ગામના ખેડૂતોના ખેતરમાં ખેતતલાવડી નહીં બની હોવા છતાં 2.13 લાખના ખોટા બીલો પાસ કરી સરકારને ચૂનો લગાવનારા પીપારા કંપનીનીનાં મિતેશ દિલીપ ત્રિવેદી (ઓડિટર) વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. એસીબીએ ભોમિક ગાંધી અને મિતેશ ત્રિવેદીની અટક કરી આગળની તપાસ કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ધરમપુરની ગુજરાત જમીન વિકાસ નિગમની કચેરીના અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો દ્વારા ખેડૂતો માટેની સરકારી યોજના હેઠળ બોગસ ખેત તલાવડીનું લાખોનું કૌભાંડ આચરવાના કેસમાં એસીબીએ સીએ પેઢીના 2 ખાનગી ઓડિટરની ધરપકડ કરી છે.આ બંન્ને ઓડિટરોએ ગુનાહિત બેદરકારી દાખવી હોવાનું તપાસમાં બહાર આવતાં એસીબીએ તેમને પણ સિકંજામાં લીધા છે.

Share Now