મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેકટનો કોન્ટ્રેકટ L&T કંપનીને મળ્યો

297

નવી દિલ્હી : ક્ધટ્રકશન અને એન્જીનીયરીંગ કંપનીએ શુક્રવારે કહયું કે તેમને મુંબઇ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરીડોર પરિયોજના માટે 25000 કરોડ રૂપિયાનો એક કોન્ટ્રેકટ મળ્યો છે.જોકે કંપનીએ કોન્ટ્રેકટની માહિતી આપી નથી.પરંતુ તેમણે તેને મહત્વપુર્ણ શ્રેણીનો કોન્ટ્રેકટ ગણાવ્યો છે.આ શ્રેણીના કોન્ટ્રેકટ 1000 કરોડથી લઇને 25000 કરોડ સુધીના હોય છે.કંપનીએ શેરબજારને જણાવ્યું કે એલએન્ડટી કંસ્ટ્રકશન હેવી સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રકચર બિઝનેસને આ કોન્ટ્રેકટ હેઠળ તેમને 28 પુલની ખરીદી, નિર્માણ,સંયોજન,પેઇન્ટ અને પરિવહનનું કામ મળ્યુ છે.કંપનીએ કહયું કે તેમણે જપાનની કંપની સાથે ક્ધસોર્ટિયમના માધ્યમથી આ કોન્ટ્રેકટ પ્રાપ્ત કર્યો છે.બીએસઇ પર એલએન્ડટીનો શેર 0.56 પ્રતિશતના ઘટાડા સાથે 1337.45 ઉપર કારોબાર કરી રહયો છે.આ દેશની પહેલી બુલેટ ટ્રેન પરીયોજના છે મુંબઇ-અમદાવાદના 508.17 કિમી. લાંબા બુલેટ ટ્રેન કોરીડોરનો 155.76 કિમી. ભાગ મહારાષ્ટ્રમાં, 348.04 કિમી. ગુજરાતમાં અને 4.3 કિમી. દાદરા નગર હવેલીમાં છે.આ પરિયોજનાનો ખર્ચ અંદાજે 1.1 લાખ કરોડ રૂપિયા છે જેમા જાપાન ઇન્ટરનેશનલ કોઓનેશનલ એજન્સી 81 ટકા ફાઇનેન્સ કરી રહી છે.

Share Now