શેરબજારમાં રોકાણકારોને બજેટ ફળ્યું 6.34 લાખ કરોડ રૂપિયાની કમાણી

274

જેમ જેમ નાણાંમંત્રી બજેટ રજૂ કર્યું તેમ તેમ શેરબજારમાં તેજી નોંધાઈ:છેલ્લા 24 વર્ષનો સૌથી મોટો ઉછાળો આવતાં રોકાણકારો હરખાયા

વર્ષ 2021-22નાં ઐતિહાસિક બજેટે વાસ્તવમાં અનેક રેકોર્ડ તોડ્યા છે.બજેટના દિવસે શેરબજારમાં છેલ્લા 24 વર્ષનો સૌથી મોટો ઉછાળો નોંધાયો છે.આ ઉછાળાને પગલે સ્ટોક એક્સચેન્જ બીએસઇ ખાતે લિસ્ટેડ કંપ્નીઓના બજારમૂલ્યમાં પણ જંગી વધારો થયો છે. સોમવારે શેરબજારમાં ઉછાળાથી બીએસઇની માર્કેટકેપ વધીન 6.34 લાખ કરોડ વધીને 192.46 લાખ કરોડ રૂપિયા થઇ હતી.જેને બીજા શબ્દોમાં કહીયે તો રોકાણકારો આજે શેરબજારમાં 6.34 લાખ કરોડ કમાયા છે.એકજ દિવસમાં આટલી મોટી કમાણીથી રોકાણકારો અત્યંત ઉત્સાહિત જોવા મળ્યા હતાં.નોંધનીય છે કે મંગવારે સવારે પણ શેરબજારમાં ભારે તેજી જ જોવા મળી હતી.

બજેટ રજૂ થતા જ શેરબાજારમાં બજેટને જોરદાર આવકાર મળ્યો હતો.સેન્સેક્સ 46,285ના પાછલા બંધ સામે સોમવારે 1લી ફેબ્રુઆરીના રોજ 46617ના સ્તરે ખૂલ્યો અને બજેટ પૂર્વે સાંકડી રેન્જમાં અથડાતા નીચામાં 46,433 ક્વોટ થયો હતો.બજેટની કેટલીક ક્ષણોમાં જ સેન્સેક્સ પાછલા બંધથી 2479 પોઇન્ટ ઉછળીને 48,764ની ઇન્ટ્રા-ડે ટોચે પહોંચ્યો હતો.અંતે રોકાણકારોની જંગી લેવાલીને પગલે સેન્સેક્સ 2314ના ઉછાળામાં 48,600 બંધ થયો હતો.જે પોઇન્ટની દ્રષ્ટિએ બજેટના દિવસે શેરબજારમાં વર્ષ 1997 પછીનો સૌથી મોટા ઉછાળો છે.ટકાવારીની રીતે જે આજે બજેટના દિવસે શેરબજારમાં 6 ટકાનો ઉછાળો આવ્યો છે.તો વર્ષ 1997ના બજેટના દિવસે સેન્સેક્સ 6 ટકા ઉછળ્યો હતો. માર્કેટમાં આવેલી તેજીથી રોકાણકારો એક જ દિવસમાં 6.34 લાખ કરોડ થી વધું રુપિયાની કમાણી કરી હતી.

નાણામંત્રી નિર્મલા સીતારામન જેમ જેમ બજેટ વાંચતા ગયા એમ એમ શેરબજારમાં પણ તેજી વધતી ગઈ.જ્યારે તેને સ્થાનિક ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે લોખંડ અને અન્ય કાચા માલ ઉપરાની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો ત્યારે શેર બજારમાં સડસડાટ તેજી જોવા મળી હતી.બીએસઈનાં તમામ ગ્રુપ ગ્રીન સિગ્નલમાં જ જોવા મળ્યા હતા.

Share Now