વાહનધારકોને રાહત : ફાસ્ટેગ વોલેટમાં ન્યુનતમ બેલેન્સ રાખવાનો નિયમ રદ કરાયો

264

નવી દિલ્હી તા.11 : ટોલટેકસ પેમેન્ટ માટે કાર સહિતના વાહનોમાં 15મી ફેબ્રુઆરીથી ફાસ્ટેગ ફરજીયાત થનાર છે તે પુર્વે વાહનધારકોને એક મહત્વની રાહત આપવામાં આવી છે જે અંતર્ગત ફાસ્ટેગ વોલેટમાં ન્યુનતમ રકમ રાખવાનો નિયમ રદ કરવામાં આવ્યો છે. નેશનલ હાઈવે ઓથોરીટીએ જાહેર કર્યુ છે કે ફાસ્ટેગ ફરજીયાત કરવાનો ઉદેશ હાઈવે ટોલનાકાઓ પરથી વાહનોનું આવનજાવન નિર્વિઘ્ને કરવાનો તથા સમય-નાણાનો વ્યય અટકાવવાનો છે.વાહન ચાલકોના ફાસ્ટેગ વોલેટમાં ન્યુનતમ રકમ રાખવાનો નિયમ હતા.પરંતુ તે હવે રદ થાય છે.

ફાસ્ટેગ ઈસ્યુ કરતી બેંકો નાણાં રોકડા હોવાનું ધ્યાનમાં આવતું નથી.આ કારણે વોલેટમાં નાણાં હોવા છતાં વાહનચાલકોને ટોલનાકા પરથી પસાર થવામાં તકલીફ થઈ હતી એટલું જ નહીં ઝંઝટ વધી ગઈ હતી,આ સંજોગોમાં ફાસ્ટેગ વોલેટમાં ન્યુનતમ બેલેન્સ રાખવાનો નિયમ પાછો ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે 15 ફેબ્રુઆરીથી ટોલનાકા પર ફાસ્ટેગ ફરજીયાત થશે.અત્યાર સુધી મુદતમાં અનેક વખત વધારો કરવામાં આવ્યો હતો પરંતુ હવે વધુ મુદત આપવાનો સરકારે ઈન્કાર કર્યો છે.સરકારના અંદાજ પ્રમાણે 75થી 80 ટકા વાહનોના ટોલ ચૂકવણા ફાસ્ટેગથી જ થઈ રહ્યા છે.

Share Now