આઝાદ ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલાને ફાંસીની સજા, જાણો કોણ છે એ શબનમ અને શું હતો તેનો ગુનો

300

ભારતને આઝાદી મળ્યા પછી દેશના ઇતિહાસમાં પહેલીવાર મહિલાને તેના અપરાધિક ગુનાબદલ ફાંસીની સજા આપવામાં આવશે.તેના માટે મથુરાની જેલમાં તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.અમરોહાની રહેનારી શબનમને ઉત્તર પ્રદેશ સ્થિત મથુરામાં એકમાત્ર મહિલા ફાંસીઘરના મકાનમાં ફાંસી આપવાની છે.ફાંસીની તારીખ નક્કી નથી પરંતુ માનવામાં આવે છે કે મેરઠનો પવન જલ્લાદ તેને ફાંસી આપશે. પવન પણ બે વાર ફાંસીઘરની મુલાકાત લઈ ચૂક્યો છે.એપ્રિલ 2008 માં,શબનમે તેના પ્રેમી સાથે મળીને તેના કુટુંબના સાત સભ્યોની કુહાડી વડે ઘાતકી હત્યા કરી હતી.

ડેથ વોરંટ ઇશ્યુ થતાંની સાથે જ શબનમને ફાંસી આપવામાં આવશે

આ કેસમાં સુપ્રીમ કોર્ટે શબનમની ફાંસીની સજાને યથાવત રાખી હતી.રાષ્ટ્રપતિએ પણ તેની દયા અરજીને ફગાવી દીધી છે.તો આઝાદી બાદ શબનમ ફાંસી પર લટકાવવામાં આવનારી પહેલી મહિલા કેદી હશે.શબનમે પ્રેમી સલીમ સાથે મળીને માતા-પિતા અને દસ મહિનાના માસૂમ ભત્રીજા સહિત સાત લોકોની કુહાડી વડે હત્યા કરી હતી.મથુરા જેલમાં, 150 વર્ષ પહેલાં મહિલા ફાંસીઘર બનાવાયું હતું. પરંતુ આઝાદી પછી કોઈ પણ મહિલાને ફાંસી આપવામાં આવી નથી.વરિષ્ઠ જેલ સુપ્રિટેન્ડેન્ટ શૈલેન્દ્રકુમાર મૈત્રેયએ જણાવ્યું હતું કે હજી સુધી ફાંસીની તારીખ નક્કી નથી,પરંતુ અમે તૈયારી શરૂ કરી દીધી છે.ડેથ વોરંટ ઇશ્યુ થતાંની સાથે જ શબનમને ફાંસી આપવામાં આવશે.

10 મહિનાના ભત્રીજાની પણ ગળું દબાવી હત્યા કરાઈ હતી

અમરોહાની શબનમના પરિવારમાં શિક્ષક પિતા શૌકત અલી, માતા હાશ્મી, ભાઈ અનીસ, રાશિદ, ભાભી અંજુમ અને દસ મહિનાના ભત્રીજા અર્શનો સમાવેશ થાય છે.શબનમ અને ગામના આઠમું પાસના યુવક સલીમ વચ્ચે પ્રેમ સંબંધ હતો,જે તેના પિતાને પસંદ નહોતું.બંને લગ્ન કરવા માગતા હતા પરંતુ શબનમ સૈફી અને સલીમ પઠાણ બિરાદરોમાંથી હતા. ઓછા શિક્ષિત અને પછી બીજા સમુદાયના યુવકને કારણે શબનમના પરિવારે લગ્ન કરવાની ના પાડી હતી.

પરિવારને ઊંઘની ગોળીઓ આપીને કરી હતી હત્યા

આ પછી, સલીમને મળવા માટે શબનમે આખા પરિવારને ઊંઘની ગોળીઓ ખવડાવવા લાગી. પરિવાર સૂઈ જાય ત્યારે સલીમ ઘરની છત પરથી રોજ મળવા રોજ આવતો હતો.જો કે,આ બંનેએ ફરીથી એક નિર્ણય લીધો જે ચોંકાવનારો છે. 14 એપ્રિલ, 2008 ની રાત્રે,શબનમે પ્રેમી સલીમને ઘરે આમંત્રણ આપ્યું અને પરિવારને સૂવાની ગોળીઓ આપીને સૂઈ ગઈ.રાત્રે શબનમ અને સલીમે સૂતેલા પિતા શૌકત,માતા હાશ્મી,ભાઈ અનીસ,રાશિદ,ભાભી અંજુમ,ફોઈની દિકરી બહેન રાબિયા અને દસ મહિનાના ભત્રીજા અર્શને નશામાં રાખીને ગળું કાપીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

Share Now