પેશાવર : પાકિસ્તાનમાં 62 વર્ષનાં એક ધાર્મિક અને રાજનીતિક નેતાએ 14 વર્ષની કિશોરી સાથે નિકાહ કર્યા છે.આ નેતાનું નામ મૌલાના સલાહુદ્દીન અયુબ છે અને તેઓ પાકિસ્તાનનાં જમીયત ઉમેલા એ ઇસ્લામ પાર્ટી તરફથી ખૈબર પખ્તુન્ખવા રાજ્ય તરપથી પાકિસ્તાનના સંસદ સભ્ય પણ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં યુવતીઓની કાયદેસરની લગ્ન માટેની ઉંમર 16 વર્ષ છે.જો કે અયૂબીએ ગત્ત વર્ષે તેની સાથે લગ્ન કરી લીધા છે.સ્થાનીક મીડિયામાં મૌલાનાની ઉમર 62 વર્ષ કહેવાઇ રહી છે.
યુવતી ખૈબર પખ્થૂન્ખવા રાજ્યનાં ચિત્રાલ ગામની રહેવાસી છે.આ રાજ્ય પાકિસ્તાન અફઘાનિસ્તાન બોર્ડર પર આવેલું છે.અહીં જમીયતનો ઘણો દબદબો પણ છે.એટલા માટે મૌલાના સલાહુદ્દીન અયુબીના આ કારનામા અંગે વિશ્વ જાણી જ શક્યું નહોતું. તેઓ પરણિત તો છે જ તેમણે વર્ષ 2018માં નેશનલ એસેમ્બલી સીટ નંબર 263 (કિલ્લા અબ્દુલ્લાહ) સામે ચૂંટણી જીતી હતી અને તેઓ સાંસદ બન્યા હતા.
ડોન સમાચાર પત્રના અનુસાર આ મુદ્દે ખુલાસો ત્યારે થયો જ્યારે એનજીઓએ આ અંગે પોલીસને માહિતી આપી હતી.યુવતી જુધૂરનાં સરકારી શાળામાં અભ્યાસ કરી હતી અને જન્મતારીખ 28 ઓક્ટોબર 2006 નોંધાઇ છે.સ્થાનિક પોલીસે કહ્યું કે,તેઓ આ કેસમાં તપાસ કરી રહ્યા છે.ચિત્રાલ પોલીસ સ્ટેશનનાં એસએચઓ ઇન્સપેક્ટર સજ્જાદ અહમાદે કહ્યું કે,તોડા દિવસો પહેલા એક એનજીઓએ આ અંગે ફરિયાદ કરી હતી. ત્યાર બાદ અમે તપાસ શરૂ કરી છે.
યુવતીના પિતાએ તો પહેલા લગ્નની વાત માનવાનો ઇન્કાર કરી દીધોહ તો.જો કે ત્યાર બાદ જ્યારે વાતો તેની વિરુદ્ધ જવા લાગી તો તેણે સ્વિકાર કર્યો કે,આ લગ્ન ગત્ત વર્ષે થયા હતા.જો કે યુવતીની વિદાઇ ત્યારે કરવામાં આવશે જ્યારે તે 16 વર્ષની થઇ જશે. નોંધનીય બાબત છે કે,જ્યાં સુધી મૌલાના પણ 64 વર્ષના થઇ ચુક્યા છે.પાક ઓબ્ઝર્વરના અનુસાર સાંસદે યુવતીની સાથે માત્ર લગ્નની પૃષ્ટી કરી છે જ્યારે એક યોગ્ય લગ્ન સમારંભનું આયોજન કરવાનું બાકી છે.પાકિસ્તાનમાં લગ્ન માટે યુવતીની ઉંમર 16 વર્ષ છે.જો કોઇ આ કાયદાનું ઉલ્લંઘન કરે તો માતા પિતા માટે સજાની પણ ભલામણ કરે છે.