આફ્રિકન દેશ કોંગો આમ તો તેની સોનાની ખાણો માટે જાણીતું છે પરંતુ પૂર્વી કોંગોમાં આવેલા લુહીહીમાં એક એવો પર્વત મળ્યો છે.જેને ખોદતા તેની માટીમાંથી લગભગ 60થી 90 ટકા જેટલું સોનું નીકળે છે.આ પર્વતની જાણ થતાં જ સ્થાનિકો ત્યાં તૂટી પડ્યાં હતાં.જેનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે.
આફ્રિકન દેશ કોંગોના પૂર્વીય વિસ્તારમાં આવેલાં લુહીહીમાં સોનાથી લદાયેલો એક પર્વત મળી આવતા સ્થાનિકો ત્યાં તૂટી પડ્યાં હતાં.ચોંકાવનારી વાત એ છે કે આ પર્વત પર સૌથી વધુ માત્રામાં એટલે 60થી 90 ટકા જેટલું સોનું મળી રહ્યું છે.સમાચાર ફેલાતાં જ વધુને વધુ લોકો પાવડા,કોદાળી,ત્રિકમ જે હાથમાં આવ્યું તે લઈને આ પર્વત પરથી માટી ખોદીને લઈ ગયા હતાં.આ માટી ધોઈને તેમાંથી અશુદ્ધ સોનું તારવી લેવાય છે.
કોંગોમાં સોના ઉપરાંત હીરા,કોબાલ્ટ,કોપર સહિતની અસંખ્ય ખાણ આવેલી છે.આ તમામ ધાતુ અને ખનિજના ખનન માટે કોંગો પહેલેથી પ્રખ્યાત છે.જો કે એક જ સ્થળે આટલું બધું સોનુ નીકળતું હોય તેવી આ ખાસ જગ્યા મળી છે.લોકો માટી ઘરે લઈ ગયા બાદ તેમાંથી ઘણી બધી માત્રામાં સોનું અલગ તારવતા હોય તેવો બીજો એક વીડિયો પણ આ જ વીડિયોની સાથે વાયરલ થયો છે.પ્રશાસને હાલમાં આ જગ્યાને કોર્ડન કરીને ત્યાં સુરક્ષા બંદોબસ્ત લગાવી દીધો છે.હાલમાં આ વિસ્તારમાં ખનનકાર્ય પર પણ પ્રતિબંધ લગાવાયો છે.