નવીદિલ્હી, તા.8 : ફ્રાન્સના અબજપતિ ઓલિવિયર ડસોલ્ટનું એક હેલિકોપ્ટર દૂર્ઘટનામાં નિધન થયું છે.તેઓ ફ્રાન્સની સંસદના સભ્ય પણ હતા. 69 વર્ષની વયે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે.આખો દેશ ડસોલ્ટના મોતથી દુ:ખી થયો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનએલ મૈક્રોએ પણ સોશ્યલ મીડિયા પર ડસોલ્ટના મોત અંગે શોક વ્યક્ત કર્યો છે.ઓલિવિયર ડસોલ્ટ ફ્રાન્સના ઉદ્યોગપતિ અને અબજોની સંપતિના માલિક સર્જ ડસોલ્ટના સૌથી મોટા પુત્ર હતા.તેમની કંપની રાફેલ ફાઈટર પ્લેન પણ બનાવે છે જેને તાજેતરમાં જ ભારતીય સેનામાં સામેલ કરવામાં આવ્યા છે.જો કે રાજકીય કારણોસર અને હિતોના ટકરાવથી બચવા માટે તેમણે ડસોલ્ટ બોર્ડમાંથી પોતાની નામ પરત લઈ લીધું હતું.ઓલિવિયર ડસોલ્ટના આકસ્મીક નિધિન પર રાષ્ટ્રપતિ મૈક્રોએ ટવીટ કર્યું કે ઓલિવિયર ડસોલ્ટ ફ્રાન્સને બહુ જ પ્રેમ કરતા હતા.દેશની તેમણે ઉદ્યોગ, નેતા,વાયુ સેનાના કમાન્ડર તરીકે બહુ જ સેવા કરી હતી.આ પ્રકારે તેમનું નિધન થવું દેશ માટે મોટી ક્ષતિ છે.તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે હું ઉંડા દુ:ખની લાગણી વ્યક્ત કરું છું.