પરમબીર સિંહના પરિવારનું રાજકીય કનેક્શન : મુંબઈના પૂર્વ CP પરમબીર સિંહની પત્ની 5 કંપનીઓમાં ડાયરેક્ટર, TRP મામલા પછી LIC હાઉસિંગના બોર્ડમાંથી હટાવાયા

333

– ઈન્ડિયા બુલ્સની ત્રણ કંપનઓમાં ડાયરેક્ટર છે સવિતા સિંહ
– લો ફર્મ ખેતાન એન્ડ કંપનીમાં પણ તેઓ પાર્ટનર તરીકે સામેલ છે

મુંબઈ : મહારાષ્ટ્રમાં મુંબઈના પૂર્વ પોલિસ કમિશ્નર પરમબીર સિંહ અને ગૃહમંત્રી અનિલ દેશમુખના વિવાદમાં રોજ નવી પોલ ખુલી રહી છે.પરમબીર સિંહની પત્ની સવિતા સિંહ 5 કંપનીઓમાં ડાયરેક્ટર છે.જોકે LIC હાઉસિંગે ગત વર્ષે TRP મામલામાં પરમબીર સિંહની કાર્યવાહી પછી જબરજસ્તીથી તેમની પાસેથી બાર્ડમાંથી રાજીનામુ અપાવ્યું હતું.

સવિતા સિંહ એક મોટી કોર્પોરેટ પ્લેયર છે.સવિતા ઈન્ડિયા બુલ્સ ગ્રુપની 2 કંપનીઓમાં ડાયરેક્ટર છે.આ એડવોકેટ ફર્મ ખેતાન એન્ડ કંપનીમાં પાર્ટનર છે.સવિતા કોમ્પલેક્સ રિયલ એસ્ટેટ ટ્રાન્ઝેક્શન અને વિવાદો માટે પોતાના ગ્રાહકોને સલાહ આપે છે. તે ટ્રસ્ટ ડીડ,રિલીઝ ડીડ અને ગિફ્ટ ડીડ પર પણ સલાહ આપે છે.તેમના ગ્રાહકોમાં ઓનર,ખરીદનાર,ડેવલોપર્સ,કોર્પોરેટ હાઉસિસ,ઘરેલુ રોકાણકારો અને વિદેશી રોકાણકારો સામેલ છે.

હરિયાણાથી PG અને મુંબઈમાંથી લો કર્યું

સવિતા સિંહે હરિયાણાની કુરક્ષેત્ર યુનિવર્સિટીમાંથી પોસ્ટગ્રેજ્યુએટની ડિગ્રી પ્રાપ્ત કરી છે.તે પછી તેમણે મુંબઈમાંથી લોમાં ગ્રેજ્યુએશન કર્યું છે.તે 28 માર્ચ 2018એ ઈન્ડિયા બુલ્સ પ્રોપર્ટીના ડાયરેક્ટર બન્યા હતા.તે ટ્રસ્ટમાં પણ 17 ઓક્ટોબર 2017એ ડાયરેક્ટર બની. તે ઈન્ડિયા બુલ્સ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીમાં પણ ડાયરેક્ટર છે.સોરિલ ઈન્ફ્રામાં પણ ડાયરેક્ટર હતી.સોરિલ ઈન્ડિયા બુલ્સની કંપની છે.એમ કહેવાય છે કે તે ખેતાનમાંથી વાર્ષિક 2 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે.

પરમબીરના દિલ્હી કનેક્શન પર નવાબ મલિક કરશે મોટો ઘટસ્ફોટ

NCPના પ્રવક્તા નવાબ મલિકે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે તેઓ સમય આવવા પર મોટો ઘટસ્ફોટ કરશે.તેમણે કહ્યું હતું કે પરમબીર સિંહ દિલ્હીમાં કોને મળ્યા અને શું વાત થઈ,તેનો ખુલાસો તેઓ સમય આવવા પર કરશે.હવે માનવામાં આવી રહ્યું છે કે BJP સાથે પરમબીર સિંહ નજીકતા ધરાવે છે.

BJPના નેતા પરમબીર સિંહના સંબંધી

પરમબીર સિંહના પુત્ર રોહનના લગ્ન બેંગલુરુમાં થયા હતા.આ લગ્ન ધામધૂમથી થયા હતા.રોહનની પત્ની રાધિકા BJPના મોટા નેતા દત્તા મેધેની પૌત્રી છે.દતા મેધે વિદર્ભના અલગ આંદોલનના સૌથી મોટા ચહેરા હતા.રાધિકાના પિતા સાગર મેધ નાગપુરના બિઝનેસમેન છે.તેઓ લોકસભા ચૂંટણી પણ લડ્યા હતા પરંતુ હારી ગયા.તેમના કાકા સમીર મેધે ધારાસભ્ય છે.કહેવામાં આવે છે કે લગ્નનો સંપૂર્ણ ખર્ચ મેધ પરિવારે ઉઠાવ્યો હતો.પછીથી રોહનના પરિવારે મુંબઈમાં રિસેપ્શન આપ્યું હતું.

કંપનીમાં 4 IPSની પત્નીઓ ડાયરેક્ટર

બીજી તરફ શ્રેયસ મેનેજમેન્ટમાં 4 IPS અધિકારીઓની પત્નીઓ ડાયરેક્ટર છે.તેમાં મેધા વિવેક ફણસલકર,સવિતા પરમબીર સિંહ,સુરુચિ દેવેન ભારતી અને મનીષા સદાનંદ દાતે સામેલ છે.આ કંપની પોલીસ વિભાગ માટે કામ કરે છે.મેધા થાણે પોલીસ કમિશ્નર વિવેક ફણસલકરની પત્ની છે.તે 5 ફેબ્રુઆરી 2014ના રોજ ડાયરેક્ટર બની હતી.તે તિસર રૂરલ હેન્ડીક્રાફટમાં પણ ડાયરેક્ટર છે.આ કંપનીમાં મૈત્રેયી વિવેક ફણસલકર પણ ડાયરેક્ટર છે.માઈક્રો એસોસિએટ્સ કન્સલ્ટન્સીમાં પણ ડાયરેક્ટર છે.

પરમબીર સિંહે દેવેન ભારતની તપાસ રોકાવી હતી

સુરુચિ એડિશન ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ દેવેન ભારતીની પત્ની છે.તે 26 ઓગસ્ટ 2008ના રોજ ડાયરેક્ટર બની હતી. દેવેન ભારતી એ જ અધિકારી છે,જેમની વિરુદ્ધ સૌથી સિનિયર DG સંજય પાંડેએ તપાસ કરાવી હતી.આ તપાસને પરમબીર સિંહે રોકાવી દીધી હતી.તે સમયે DG સુબોધ જયસ્વાલે પણ તપાસ રોકી હતી.એડિશનલ હોમ સેક્રેટરીએ પણ આ તપાસ રોકાવી હતી.

આપે દેવેન ભારતીની વિરુદ્ધ મોર્ચો ખોલ્યો છે

છેલ્લા 2 દિવસથી આમ આદમી પાર્ટીએ મુંબઈમાં દેવેન ભારતીની વિરુદ્ધ મોર્ચો ખોલ્યો છે.પાર્ટીનો આરોપ છે કે દેવેન ભારતીના સંબંધો બુકી અને અન્ય ખોટા લોકો સાથે છે.પાર્ટીએ એક વીડિયો બહાર પાડીને આરોપ લગાવ્યા હતા.આમ તો દેવેન ભારતી મુંબઈમાં જોઈન્ટ કમિશ્નર તરીકે 4 વર્ષથી વધુ સમય સુધી રહ્યાં.તે સમયે BJPની સરકાર હતી.

સૌથી લાંબા સમય સુધી જોઈન્ટ CP રહ્યાં ભારતી

આ પદ પર ભારતી સૌથી સાંબા સમય સુધી રહેનારા અધિકારી છે. 2 વર્ષથી વધુ સમય આ પદ પર કોઈ અધિકારીને રાખવામાં આવતા નથી.તે પછી તેમને ATSમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.મહાવિકાસ આઘાડીની સરકાર આવ્યા પછી દેવેન ભારતીને ATSમાંથી હટાવીને મહારાષ્ટ્ર સ્ટેટ સિક્યોરિટામાં મોકલવામાં આવ્યા.

પરમબીર સિંહના મામલામાં હવે રાજકારણ થવાનું છે

સૂત્રોના જણાવ્યા મુજબ આ મામલો હવે રાજકીય રંગ પકડશે. તેમાં NCP અને BJP સામે આવનાર છે. BJPને ઘેરવા માટે દેવેન ભારતીની તપાસ કરવામાં આવી શકે છે.જોકે BJP સરકાર ના સમયમાં જે પણ IPS ટોપ પર હતા,તે બધા જ હાલ કેન્દ્ર સરકારમાં છે. તેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની સાથએ દત્તા પડસલગીકર પણ છે.

દત્તા ભાજપ સરકારના સમયે 2016માં મુંબઈ પોલીસ કમિશ્નર હતા.પછી તેઓ DGP બન્યા. 2019માં તે NSAમાં ચાલ્યા ગયા.દત્તા પહેલા પણ ઈન્ટેલિજન્સ બ્યુરોમાં રહ્યાં છે.તે પછીથી 3 અધિકારી સુબોધ જયસ્વાલ,રશ્મિ શુકલા અને મનોજ શર્મા પણ કેન્દ્રમાં ચાલ્યા ગયા છે.

Share Now