સુરતમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં સોશિયલ મીડિયા પર જનતાનો રોષ, ભાજપના પીઠ્ઠું અતુલ વેકરીયાના પાટીલ ભાઉ સાથેના ફોટો ફરતા થયા

484

– ભાજપના નેતાઓના કારણે મૃતકને ન્યાય નહી મળે તેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઈરલ

સુરત : સુરતના વેસુ વિસ્તારમાં ડ્રિંક કરીને ડ્રાઈવ કરવાના કેસમાં અતુલ વેકરીયા સામે પોલીસે હળવી કલમો લગવાતાં સર્વત્ર વિરોધ જોવા મળી રહ્યો છએ.અતુલ બેકરીના માલિક અતુલ વેકરીયા સામે સોશિયલ મીડિયા ઉપર ભારે રોષ જોવા મળી રહ્યો છે.કહેવાતા ભાજપના સુરતના દિગ્ગજ નેતાઓ અતુલ વેકરીયાની પડખે ઊભા હોવાથી મૃતક પરિવારને ન્યાય મળવાની કોઈ શક્યતા દેખાતી નથી તેવી પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર અતુલ વેકરીયાના ભાજપના નેતાઓ સાથેના ફોટા ફરતા કરીને રોષ ઠાલવવામાં આવી રહ્યો છે.

સોશિયલ મીડિયા ઉપર લોકો અતુલ વેકરીયાને લઈને અલગ-અલગ ટિપ્પણીઓ કરી રહ્યા છે.જેમાં વિશેષ કરીને અતુલ વેકરીયાના ભારતીય જનતા પાર્ટીના શાસકો સાથેના સંબંધોને ઉજાગર કરવામાં આવી રહ્યા છે.ઘણા સોશિયલ મીડિયા યુઝર તો એટલા દુ:ખી છે કે,તેમણે અતુલ બેકરીના સામાનનો પણ આડકતરી રીતે બહિષ્કાર કરવાની અપીલ કરી દીધી છે.સોશિયલ મીડિયા યુઝર્સ અતુલ વેકરીયાને હત્યાનો આરોપી ગણાવીને લખાણ લખી રહ્યા છે.

ભાજપના કેટલાક સમર્થકો જ્યારે સોશિયલ મીડિયામાં અતુલ વેકરીયાની તરફેણ કરતા દેખાયા ત્યારે લોકોએ તેમને તેમની જ ભાષામાં જવાબ આપી દીધા હતા અને હત્યારાનો બચાવ તમે કરી રહ્યા છો એ પ્રકારની ટિપ્પણીઓ પણ કરી હતી.એક પ્રકારે ભારતીય જનતા પાર્ટીના કેટલાક લોકોએ અતુલ વેકરીયાના સમર્થકોએ સોશિયલ મીડિયા ઉપર કેમ્પેઈન શરૂ કરી દીધું હતું.જાણે તેઓ નિર્દોષ હોય એ પ્રકારની વાતો સોશિયલ મીડિયામાં લખવામાં આવી રહી હતી.

સોશિયલ મીડિયા ઉપર લોકો કમેન્ટ કરી રહ્યા છે કે, ભાજપના દિગ્ગજ નેતાઓના સહારે એક હત્યારો બેફિકર થઇને નિર્દોષ હોય તે રીતે ગણતરીના કલાકો જામીન લઇને બહાર નીકળી ગયો છે.સામાન્ય વ્યક્તિ જ્યારે આ પ્રકારની ઘટના કરે છે.ત્યારે તેને જામીન મળતા નથી અને ઘણા દિવસો સુધી જેલમાં રહેવું પડે છે.માત્ર ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓના ઈશારા ઉપર પોલીસે અતુલ વેકરીયાની સામે નરમ વલણ દાખવીને જે કલમ લગાડી છે.તે ખૂબ જ હળવી કલમો હોવાનું કાયદા નિષ્ણાતો પણ માની રહ્યા છે.તેના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે,અતુલ વેકરીયાને જરા પણ મુશ્કેલી ન થાય તે માટે પડદા પાછળ નેતાઓ કામે લાગી ગયા છે.

ભાજપની છબિ ખરડાઈ

ડ્રીન્ક એન્ડ ડ્રાઈવ કેસમાં અતુલ વેકરીયા સામે તટસ્થતાપૂર્વક પોલીસે તપાસ કરીને કાયદાકીય જે પગલાં લેવા જોઈતા હતાં તે લેવાયા ન હોવાથી લોકો વચ્ચે ભારતીય જનતા પાર્ટીની છબી ખૂબ જ ખરડાઈ રહી છે.અતુલ વેકરીયા દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિવસને અતુલ્ય દિવસ તરીકે ઉજવણી કરીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં વાહ વાહી મેળવવામાં કોઈ કસર રાખી નહોતી.જેનું પરિણામ છે કે આજે પોતાની લકઝુરિયસ ગાડી બેફામ હંકારીને એક નિર્દોષ યુવતી ઉર્વશી ચૌધરીને કચડી નાખી મોતને ઘાટ ઉતારી દીધી છે.છતાં પણ અતુલ બેકરી સામે કાયદો જાણે પાંગળું પુરવાર થઇ રહ્યો છે અને તે માત્રને માત્ર ભારતીય જનતા પાર્ટીના ઈશારા ઉપર કામ કરતું પોલીસ તંત્ર જવાબદાર છે એવી કોમેન્ટ સોશિયલ મીડિયામાં વહેતી થઈ છે.

Share Now