ભારત પાક.નાં ઘુંટણીયે, આગામી દિવસોમાં મોદી અને ઈમરાન લંડનમાં ડીનર કરશે : સ્વામી

344

નવી દિલ્હી તા.31 : મોદી સરકારના ભાજપના નેતા અને રાજયસભાનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામી જ પક્ષના એવા નેતા છે જે વિપક્ષથી પણ વિશેષ ભૂમિકા ભજવે છે.જીહા,પીએમ મોદી પર સુબ્રમણ્યમ સ્વામીએ પાકિસ્તાનને લઈને ડાયરેકટ હુમલો પાકની સાથે વેપાર બહાલીની અટકળોને લઈને કરતા કટાક્ષ કર્યો હતો કે કાશ્મીર પર મોદી સરકારે પાકિસ્તાન સામે સરન્ડર કરી દીધુ છે.સંભવ છે કે આગામી દિવસોમાં મોદી અને પાક પીએમ ઈમરાનખાન લંડનમા ડીનર કરતા જોવા મળશે.

સ્વામી છેલ્લા કેટલાંક દિવસોથી મોદી સરકાર પર હુમલો કરતા આવ્યા છે.આ કડીમાં સ્વામીએ આજે સવારે પાકિસ્તાન સાથે વ્યાપાર બહાલીની સંભાવનાવાળી ખબરને ટવીટ કરીને લખ્યુ છે.કાશ્મીર પર સરેન્ડર ગુડ બાય પીઓકે મને વિશ્ર્વાસ છે કે ટુંક સમયમાં જ મોદી ઈમરાનખાન સાથે લંડનમાં ડીનર ક્રશે.

પાકિસ્તાનમાં આજે મીટીંગ, ભારતે પણ આપ્યા સંકેત

ઉલ્લેખનીય છે કે ભારત સાથે વેપારને લઈને પાકિસ્તાનમાં આજે કેબિનેટની મહત્વની બેઠક યોજાનાર છે દરમ્યાન ભારતે પણ સંકેત આપ્યા છે કે તે પાકિસ્તાન સાથે વ્યાપાર ફરીથી શરૂ કરવા તૈયાર છે કે જે ગત બે વર્ષથી બંધ હતો,આ સાથે જ ભારતે પાકિસ્તાન સાથે પાકિસ્તાન સાથે વ્યાપાર સંબંધો ફરીથી બહાલ કરવાનો પક્ષ રાખ્યો છે.

પાક.પોતાના એકતરફી નિર્ણયની સમીક્ષા કરે.

ગત સપ્તાહે વાણીજય અને ઉદ્યોગ રાજયમંત્રી હરદીપસિંહ પુરીએ લોકસભામાં જણાવ્યું હતું કે ભારત સામાન્ય સબંધોની ઈચ્છા રાખે છે.જેમાં પાકિસ્તાન સહીત દરેક દેશોની સાથે વ્યાપાર સામેલ છે.પાકિસ્તાને ભારત સાથે ઓગસ્ટ 2019 માં દ્વિપક્ષીય વ્યાપાર એકતરફી સસ્પેન્ડ કરી દીધો હતો.હવે એ પાકિસ્તાન પર છે કે તે તેના એક તરફી નિર્ણયની સમીક્ષા કરે.

Share Now