વેક્સિનની કિંમત 10 ડોલર પ્રતિ શોટથી ઓછો રાખવાનો પ્રસ્તાવ,ભારતમાં હજુ કિંમત અંગે નિર્ણય બાકી
નવી દિલ્હી : ભારતમાં કોરોનાના કેર વચ્ચે વધુ એક વેક્સિન સ્પુટનિક-Vના ઈમર્જન્સી ઉપયોગ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.આ સાથે જ ભારત પાસે કોરોના મહામારી વિરુદ્ધ હવે ત્રણ રસી ઉપલબ્ધ થઈ ગઈ છે.નેશનલ રેગ્યુલેટર એટલે કે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાના ઈમર્જન્સી યુઝ ઓથોરિટીએ અગાઉ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશિલ્ડ તેમજ ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડની કોવેક્સિન રસીને મંજૂરી આપી હતી.
સ્પુટનિક Vને માઈનસ 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સ્ટોર કરવામાં આવે છે.જો કે તેના સૂકા સ્વરૂપને 2-8 ડિગ્રી સેલ્સિયસ પર સ્ટોર કરવામાં આવે છે.આ રસી માટે કોલ્ડચેઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવાની જરૂર નથી.આરડીઆઈએફના મત સ્પુટનિક Vને 55 દેશોમાં 150 કરોડથી વધુ લોકોને ઉપયોક માટે મંજૂરી આપવામાં આવી છે.વેક્સિનની કિંમત 10 ડોલર પ્રતિ શોટથી ઓછી રાખવાનો પ્રસ્તાવ છે.જો કે ભારતમાં તેની કિંમત અંગે હજુ નિર્ણય લેવાયો નથી.
અગાઉની બે વેક્સિનની જેમ આ રસીનો ઉપયોગ પણ 18 વર્ષથી ઉમંરના લોકો પર કરવામાં આવશે.ભારતમાં હાલમાં 45 વર્ષથી વધુ વયના લોકોનું જ રસીકરણ થઈ રહ્યું છે.સ્પુટનિક Vનો બીજો ડોઝ 21 દિવસની અવધિ પછી લેવાનો હોય છે. ભાકચમાં ગાસાં 28 દિવસના અંતકે કોરોનાનો બીજો ડોઝ આપવામાં આવે છે.પ્રાપ્ત વિગતો મુજબ સ્પુટનિક Vના 0.5 એમ.એલના બે ડોઝમાં ઈન્ટ્રામસ્ક્યુલર રૂપથી આપવામાં આવશે. રસીને -18 ડિગ્રી સેલ્સિયસ પર સ્ટોર કરવામાં આવશે.હાલમાં દેશમાં ડો. રેડ્ડી લેબ રશિયન વેક્સિનની આયાત કરશે.