HC જજ માટે હોટલમાં 100 બેડ રિઝર્વ : કેજરીવાલ સરકારના આદેશ પર ભડક્યા ડોક્ટર કૌશલકાંત, આ તો ચમચાગીરી છે ગરીબોની સારવાર ક્યાં થશે?

284

કોરોના મહામારીના સંકટ વચ્ચે દિલ્હી સરકારના આ આદેશ પર વિવાદ ઊભો થયો છે.જેમાં તેમણે ફાઈવસ્ટાર હોટલ અશોકામાં હાઈકોર્ટના જજ અને સ્ટાફ માટે તેમના પરિવારજનો માટે 100 રૂમ બુક કરવાની વાત કરી હતી.ફોર્ટિસ એસ્કોર્ટ હોસ્પિટલ સાથે જોડાયેલા ડો. કૌશલ કાંત મિશ્રા કેજરીવાલ સરકારના આ આદેશ પર ભડક્યા છે.તેમણે આને ભેદભાવપૂર્ણ બતાવતા જણાવ્યું કે, લોકતંત્ર માટે આ ઘાતક છે.તેમણે કહ્યું કે આ તોચમચાગીરીકરવા માટે દિલ્હી સરકારે આપ્યું છે.જો હોટલના 100 બેડ રિઝર્વ કરાવી દેવામાં આવશે તો આજુબાજુમાં રહેનારા ગરીબ લોકો ક્યાં સારવાર કરાવશે.

કોર્ટને ખબર હોય કે આ એક ભેદભાવપૂર્ણ આદેશ

ડો. મિશ્રાના મતે તેમણે કહ્યું કે મને ખબર પડી કે દિલ્હી સરકારે એક આદેશ કર્યો છે. જેમાં દિલ્હી હાઈકોર્ટના જજ માટે અશોક હોટલના 100 જેટલા રૂમ બુક કરાવી લીધા છે.હું આ આદેશની વિરુદ્ધ અરજીકર્તાના રૂપમાં દિલ્હી હાઈકોર્ટને નિવેદન કરું છું. ઈચ્છું છું કે કોર્ટને ખબર હોય કે આ એક ભેદભાવપૂર્ણ આદેશ છે. આમ તો હાઈકોર્ટ મોટી મોટી વાતો કરે છે.કહે છે કે ફાંસી પર લટકાવી દઈશું, પરંતુ જ્યારે પોતાના પરિવારની વાત આવે ત્યારે દિલ્હી સરકાર રૂમ બુક કરાવે છે.

લોકતંત્રમાં આ કેટલું ન્યાયોચીત

જો આવો આદેશ બધા માટે નિકાળશે તો ગરીબોની સારવાર ક્યાં થશે. આ બહુ મોટી વાત છે. 25 એપ્રિલની તારીખે જારી કરેલા આદેશનો હવાલો આપીને કહ્યું છે.તેમાં પહેલી લાઈનમાં લખ્યું છે કે 100 રૂમ બુક થઈ ગયા છે.લોકતંત્રમાં આ કેટલું ન્યાયોચીત છે. ગરીબ,હેલ્થકેર વર્કર મરી રહ્યા છે અને આ રીતે રિઝર્વેશન હાઈકોર્ટ માટે શર્મનાક વાત છે.મને લાગે છે આ આદેશ પર તુરંત રોક લગાવવી જોઈએ.

સરકાર એવો પક્ષપાત કરવાનો આદેશ કેવી રીતે કરી શકે

કોઈપણ ઓર્થોરિટી સરકારને આવેદન આપી શકે છે. હાઈકોર્ટે સરકારને આવેદન આપ્યું તો સરકાર એવો પક્ષપાત કરવાનો આદેશ કેવી રીતે કરી શકે છે.એમાં અડધી ભૂલ દિલ્હી સરકારની પણ છે.જો હાઈકોર્ટ સ્ટે ન આપે તો તેમની પણ ભૂલ ગણાશે. આ કેવા પ્રકારનો આદેશ છે.આવા આદેશને તાત્કાલિક રદ કરી દેવો જોઈએ.આનાથી લોકોનું મનોબળ તૂટી જાયછે. સરકાર પરત લે કે હાઈકોર્ટ સ્ટે લગાવે.

ડોક્ટરો હેલ્થવર્કરોની ઓક્સિજન બેડના અભાવે મોત

હોટલના રૂમનો ખર્ચ કોણ ઉપાડશે તેની કોઈચોખવટ નથી.પરંતુ આ આદેશ ખોટો છે.દિલ્હી સરકાર ચમચાગીરી કરી રહી છે.ડોક્ટરો હેલ્થવર્કરોની ઓક્સિજન બેડના અભાવે મોત થઈ રહ્યા છે.એવામાં આ આદેશ એક ખાસ લોકોને ખુશ કરવા માટે આપવો તે કેટલો યોગ્ય છે.

Share Now