મહારાષ્ટ્રમાં બે કલાકમાં લગ્નવિધી આટોપી દેવાના ફરમાનથી પંડિતો પરેશાન

224

મુંબઈ તા.1 : કોરોના વાયરસને લઈને મહારાષ્ટ્ર સરકારે જે પ્રતિબંધો લાગુ કર્યા છે તેમાં બે કલાકમાં લગ્નવિધી પુરી કરી નાખવાનાં ફરમાનથી પંડિતો મુંઝવણમાં મુકાઈ ગયા છે.આ ફરમાનથી પરેશાન પંડિતોએ ચાર કલાકની મેરેજ હોલની બુકીંગની માંગણી કરી છે.લગ્નમાં 25 જાનૈયાને સામેલ કરવા અને બે કલાક માટે જ મેરેજ હોલની મંજુરી અપાઈ છે.કોરોના કાળમાં જાનૈયાઓ અને ક્ધયા પક્ષનાં લોકોની સીમિત સંખ્યા સામે વધુ મુશ્કેલી નથી પણ તેમને અને તેમના પંડીતોને બે કલાક માટે મેરેજ હોલની બુકીંગની શરતથી ખુબ જ પરેશાની થઈ રહી છે.

ખાસ કરીને પંડિતોને એ સમજમાં નથી આવતુ કે બે કલાકમાં હિન્દુ રીતિથી લગ્નવિધી કેવી રીતે પુરી થાય.આચાર્ય ઋષિરાજ તિવારીનુ કહેવુ છે કે સરકારના નિર્દેશ પર હોલનું બુકીંગ બે કલાક માટે થઈ રહ્યું છે.આથી હોલમાં લગ્ન માટે પુજા-પાઠની પૂર્વ તૈયારી કરવામાં મુશ્કેલી પડે છે.આ સિવાય જયારે જાનહાલ પર આવે છે ત્યારે દ્વાર પુજામાં લગભગ અડધો કલાક લાગે છે.વિવાહ વિધીમાં બે થી અઢી કલાક લાગે છે આ સ્થિતિમાં પંડિત કેટલો શોર્ટકટ અપનાવી શકે છે.અમારો આગ્રહ છે કે હોલ બુકીંગ માટે ચાર કલાકનો સમય આપવો જોઈએ.

આચાર્ય બાલકૃષ્ણ મિશ્રાનુ પણ કહેવુ છે કે વૈદિક વિધીથી બે કલાકમાં લગ્ન વિધી કરાવવી ખૂબ મુશ્કેલ છે.બીજી બાજુ મેરેજ હોલના સંચાલકોનું કહેવુ છે કે તેમને કોઈ સમસ્યા નથી સરકારના નિર્દેશોનું ઉલ્લંધન ન થાય.એટલે તે અગાઉથી જ લગ્નવાળા પરિવારને જણાવી દે છે જો બે કલાકમાં લગ્ન સંભવ હોય ત્યારે હોલ બુક કરાવો.

Share Now