CBI ના નવા વડાની પસંદગી 24 મેના રોજ

268

નવી દિલ્હી તા.14 : દેશની ટોચની તપાસ એજન્સી સીબીઆઈના નવા નિર્દેશકની નિયુક્તિમાં 100થી વધુ અધિકારીઓના નામ હોવાનો સંકેત મળ્યો છે અને તા.24ના રોજ મળનારી બેઠકમાં નવા ડીરેકટરની નિયુક્તિ થશે.આ નિયુક્તિ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી.રામન્ના ઉપરાંત વિપક્ષના નેતા તરીકે અધિરંજન ચૌધરીની કમીટી નિર્ણય લેશે.સૂત્રોના જણાવ્યા મુજબ આ યાદી વધુ વિસ્તૃત બનાવવામાં આવી હતી અને તેમાં કેટલાક નિવૃત અધિકારીઓને પણ આ પદ માટે આવી ગયા હતા.યુપી કેડરના આઈપીએસ અધિકારી એ.પી.મહેશ્ર્વરીનું નામ હતું.જે આ પ્રક્રિયા દરમ્યાન નિવૃત થઈ ગયા.આવી જ રીતે સીઆરપીએફના ડીજી અને મધ્યપ્રદેશ કેડરના અધિકારી વિજયકુમારસિંહનું નામ પણ હતું.પરંતુ તે પણ માર્ચ માસમાં નિવૃત થઈ ગયા છે.સીબીઆઈના ડીરેકટર ઋષીકુમાર શુકલાનું નામ પણ હતું પણ નિયુક્તિમાં વિલંબ થતા તેઓની નિવૃતિ ડેઈટ આવી ગઈ હતી જયારે ગુજરાત કેડરના અધિકારી પ્રવિણસિંહા સૌથી મોખરે ગણાય છે.જયારે ગુજરાત કેડરના બીજા અધિકારી રાકેશ અસ્થાના અને હાલ એનએસસીના વડા વાય.સી.મોદીના નામ છે.જો કે સૂત્રોના જણાવ્યા મુજબ ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથનું દબાણ રાજયની કેડરના અધિકારી સુબોધ જયસ્વાલની પસંદગી કરવા માટે છે.

Share Now